વોશિંગ્ટન: અમેરિકા સેનેટ દ્વારા સર્વસમંતિથી એક ખરડો પસાર કર્યો છે. જે હોંગકોંગ માટે વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાના ચીનના નિર્ણય પર પ્રતિબંધ મૂકશે. આલોચકોનું કહેવું છે કે, ચીનનો આ કાયદો શહેરની લોકશાહીની સ્વતંત્રતાનો નાશ કરશે.
સેનેટ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો તે વ્યકિતઓ અને વ્યવસાયો પર પ્રતિબંધ મૂકશે, જે ચીનને હોંગકોંગની સ્વાયતતાને રદ કરવામાં મદદ કરે છે. ડેમોક્રેટિક સીનેટર ક્રિસ વૈન હિલે જણાવ્યું કે, ચીન સરકાર જે રીતે હોંગકોંગમાં કરી રહી છે તે અસ્વીકાર્ય છે. ચીન આ કાયદા દ્વારા હોંગકોંગમાં લોકોના અધિકાર છીનવી રહ્યું છે.
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખરડા પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ચીનમાં ઉઇગર મુસલમાનોને ત્રાસ આપનારા ચીની અધિકારીઓને સજા આપવાની જોગવાઈ છે.