અમેરિકાઃ મહાસતા કહેવાતા અમેરિકામાં એક દિવસમાં કોરોના વાઇરસના 10 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાઇરસના કેસ અમેરિકામાં વધીને 43,734 સુધી પહોંચી ગયા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેડિકલ સપ્લાય કરનારાને ચેતવણી પણ આપવામાં આવી છે.
કોરોના વાઇરસના પ્રકોપના વચ્ચે સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહત્વપૂર્ણ મેડિકલ આપૂર્તિને જમા રાખનાર લોકો પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે આ અંગેના એક આદેશપત્ર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. તેમણે ચેતાવણી આપી હતી કે, તેમની સરકાર મહત્વપૂર્ણ ચિકિત્સા અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો સિવાય મૂલ્ય નિર્ધારણની સાથે સેનેટાઇઝર તેમજ ફેસ માસ્કની જમાખોરી કરનારા લોકો સામે પગલાં લેવામાં આવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમે દરેક અમેરિકી નાગરિકને આ પીડાથી દુર રાખવા માંગીયે છીએ.