અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીઃ અત્યાર સુધીમાં 10 કરોડ લોકોએ કર્યું મતદાન - રાષ્ટ્રપતિ ચૂંટણી 2020
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ટ ટ્રમ્પ અને જૉ બાઇડેન વચ્ચે સીધો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં મંગળવારે સવારના સમય સુધીમાં 10 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે.
- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી
- અત્યારસુધીમાં 10 કરોડ લોકોએ કર્યુ મતદાન
- રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીધો મુકાબલો જૉ બાઇડનની સામે
વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અત્યારસુધીમાં 10 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે. ફ્લૉરિડા વિશ્વવિદ્યાલમાં રાજનીતિ વિજ્ઞાનના એસોસિએટ પ્રોફેસર માઇકલ પી. મૈકડૉનલ્ડના મત અનુસાર 1990 બાદ પહેલીવાર રેકૉર્ડ 16 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
મૈકડૉનલ્ડ ‘યૂએસ ઇલેક્શન પ્રોજેક્ટ’નું નેતૃત્વ કરી રહ્યા છે, જે મતદાન પર નજર રાખી રહ્યા છે.’
તેમણે જણાવ્યું કે, ‘અનુમાન છે કે, લગભગ 10 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા હશે.’
આ વર્ષે મતદાનનો રેશિયો 90 ટકા વધારે
તેમણે વધુમાં કહ્યું કે, મતદાનનું સ્તર વર્ષ 2016થી વધારે રહેવાની સંભાવના છે. ઉદાહરણ માટે હવાઇ, ટેક્સાસ અને મોંટાના જેવા રાજ્યોમાં પહેલા જ 2016થી વધારે મતદાન થઇ ચૂક્યું છે. તેમજ નોર્થ કૌરોલાઇના, જોર્જિયા, ન્યૂ મેક્સિકો, નેવાડા અને ટેનેસીમાં સર્વાધિત મતદાન થયું છે. જો કે, વર્ષ 2016માં થયેલા મતદાન મુજબ 90 ટકા જેટલું વધારે છે.
અમેરિકામાં 3 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો ડેમોક્રટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડનની સામે છે.