વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર પર ટીકાકારોને રોકવા માટે યુએસ સુપ્રીમ કોર્ટની મંજૂરી માંગી છે. આ અગાઉ ટ્રમ્પે વર્ષ 2017 માં તેના વિવેચકોને બ્લોક કર્યા હતા, ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
લોઅર ફેડરલ કોર્ટે કહ્યું કે, ટ્રમ્પ સત્તાવાર માહિતીને ટ્વિટ કરે છે. તેવામાં ટીકાકારોને બ્લોક કરવું એ તેમની અભિવ્યક્તિના હકને છીનવવું છે. હવે આ નિર્ણયને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
આ વર્ષે જૂનમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ "કડક બળ" ના ઉપયોગની ધમકી આપતા એક ટ્વીટ કર્યુ હતું. જેને ટ્વિટર દ્વારા તેની નીતિઓનું ઉલ્લંઘન માન્યું હતું અને તેને એક ચેતવણી તરીકે લેબલ આપવામાં પણ આવ્યું હતું.
અહેવાલમાં એવું આપવામાં આવ્યું છે કે આ પાંચમી વખત છે જ્યારે ટ્વિટર દ્વારા ટ્રમ્પના ટ્વિટને તેની નીતિઓનું ઉલ્લંઘન કરતી ટ્વીટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જેનાથી ટ્વિટર અને યુએસ પ્રમુખ વચ્ચે વિવાદ વધુ વધ્યો છે.