ટ્રેવર્સે ભારતીય મૂળના સીનેટર મેગી હસનના એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હકીકતમાં આઈએસ-કે સહિત આઈએસની દરેક શાખા અને સંગઠન અમેરિકા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. આઈએસ-કેએ અફઘાનિસ્તાન બહાર પણ હુમલાનો પ્રયત્ન કર્યો હતો. ગયા સપ્તાહે ટ્રેવર્સે કહ્યું હતું કે, વૈશ્વિક રીતે આઈએસની 20થી વધારે શાખાઓ છે. તેમાંથી અમુક તેમના અભિયાન માટે ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
અમેરિકા કહે છે કે બગદાદી માર્યો ગયો છતાં ISISનું જોખમ ટળ્યું નથી. ISISએ વિશ્વમાં અનેક શાખાઓ સ્થાપી દીધી છે. એવી એક શાખા દક્ષિણ એશિયામાં છે. દક્ષિણ એશિયાની આ શાખાએ ગયા વરસે ભારતમાં આત્મઘાતી હુમલાની નિષ્ફળ કોશિશ કરી હતી.