- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ભયાનક હુમલા
- અમેરિકાએ હુમલાઓની ટીકા કરી
- અમેરિકન વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું
બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના (Hindu in Bangladesh ) લોકો પર હુમલાની ટીકા કરતા (United States Condemns Attacks on Hindu ) અમેરિકાએ કહ્યું કે ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા માનવ અધિકાર (Human Rights) છે. વિશ્વમાં દરેક વ્યક્તિ, ધર્મ કે આસ્થાની નિરપેક્ષ તેમના મહત્વના તહેવારો ઉજવવા માટે સલામતી મહેસૂસ કરવી જરુરી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, વિદેશ મંત્રાલય બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાની તાજેતરની ઘટનાઓની નિંદા કરે છે.
હિન્દુઓ સામેના અત્યાચારોના અહેવાલ પ્રકાશિત કરવા અપીલ
આ દરમિયાન બાંગ્લાદેશી હિન્દુ સમુદાયના સભ્ય પ્રણેશ હલદરે એક નિવેદનમાં બાંગ્લાદેશમાં પહેલેથી જ મુશ્કેલીમાં જીવતાં (Hindu in Bangladesh ) હિન્દુઓને વધુ નુકસાન ન થાય તેની ખાતરી કરવા વિદેશ મંત્રાલયને અપીલ કરી હતી. તેમણે બાંગ્લાદેશમાં હિંસાની ગંભીરતાને અહેવાલો દ્વારા પ્રકાશિત કરવા માટે વોચડોગ જૂથો અને મીડિયા હાઉસને પણ અપીલ કરી હતી.
અમેરિકામાં બાંગ્લાદેશ દૂતાવાસ સામે વિરોધ પ્રદર્શન
તો દુર્ગા પૂજા દરમિયાન પૂજા પંડાલોની તોડફોડ સામે બાંગ્લાદેશી હિન્દુ સમુદાયના (Hindu in Bangladesh ) લોકોએ રવિવારે અમેરિકામાં બાંગ્લાદેશના દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. અમેરિકા સ્થિત હિન્દુ અધિકાર જૂથ 'હિન્દુપેક્ટ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "ખાસ કરીને નોઆખલીમાં રહેતા હિન્દુઓ પર આ રીતે હુમલો થઈ રહ્યો છે તે ભયાનક છે. બાંગ્લાદેશમાં મૂળ હિન્દુ સમુદાયના લોકો સતત ભેદભાવ અને નફરતનો ભોગ બની રહ્યાં છે. ત્યાં 1940માં લઘુમતી વસતી 28 ટકા હતી તે ઝડપથી ઘટીને નવ ટકા સુધી આવી ગઈ છે.
આ પણ વાંચોઃ સીરિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં બોમ્બમારો કર્યો, ચારના મોત
આ પણ વાંચોઃ 2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું