વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ): ટોંગા (tonga near new zealand ) નજીક પાણીની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળ્યા (UNDERSEA VOLCANO ERUPTS IN TONGA)બાદ શનિવારે દરિયાકાંઠે વિશાળ મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા, લોકો બચવા માટે ઉચ્ચ સ્થળોએ દોડી ગયા હતા. જોકે, હવાઈ સ્થિત યુએસ સુનામી સેન્ટરે ચેતવણી પાછી ખેંચી લીધી છે, આ મોજાંને કારણે કેટલું નુકસાન થયું છે અને હજુ સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, તેનું કારણ એ છે કે, આ નાના દેશ સાથે કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન સેવાઓ એટલી સારી નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘરો અને ઈમારતોની આસપાસના વિશાળ મોજા જોવા મળે છે.
-
The ongoing eruption of Tonga's Hunga Tonga volcano appears to be the most powerful and violent eruption of the 21st century. pic.twitter.com/VK0A1kQUSq
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The ongoing eruption of Tonga's Hunga Tonga volcano appears to be the most powerful and violent eruption of the 21st century. pic.twitter.com/VK0A1kQUSq
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022The ongoing eruption of Tonga's Hunga Tonga volcano appears to be the most powerful and violent eruption of the 21st century. pic.twitter.com/VK0A1kQUSq
— US StormWatch (@US_Stormwatch) January 15, 2022
ટોંગા માટે સુનામીની ચેતવણી અમલમાં
ન્યુઝીલેન્ડ સેનાએ જણાવ્યું હતું કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જો જરૂર પડે તો તેની મદદ લેવામાં આવે તો તે તૈયાર છે. સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં સાફ દેખાઈ રહ્યું છે કે, પ્રશાંત મહાસાગરના વાદળી પાણી પર મશરૂમ આકારની રાખ, વરાળ અને ગેસનો ગુબ્બારો ઉછળી રહ્યો છે. ટોંગા હવામાનશાસ્ત્ર સેવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ટોંગા માટે સુનામીની ચેતવણી અમલમાં છે,
ફિજી અને સમોઆના સત્તાવાળાઓએ પણ ચેતવણીઓ જારી કરી
નજીકના ફિજી અને સમોઆના સત્તાવાળાઓએ પણ ચેતવણીઓ જારી કરી છે અને લોકોને ખતરનાક મોજાઓને ધ્યાનમાં રાખીને બીચ નજીક ન આવવા જણાવ્યું છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, જાપાનના દરિયાકાંઠે પાણીના સ્તરમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ તેનાથી નુકસાન થવાની ધારણા નથી. પોલીસ અને સૈન્ય દળોના કાફલાએ ટોંગાના રાજા તૌપો શષ્ટમને બીચ નજીકના તેમના મહેલમાંથી બહાર કાઢ્યા હતા. રાજા ટુપો શષ્ટમ સહિત ઘણા રહેવાસીઓને ઉપરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.
ટોંગામાં હુંગા ટોંગા હુંગા હપાઈ ખાતે જ્વાળામુખી વિસ્ફોટ
ટોંગામાં હુંગા ટોંગા હુંગા હપાઈ ખાતે જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. ડૉ. ફેકીલોએટોંગા તૌમોફોલાઉ નામના ટ્વિટર યુઝરે એક વીડિયો શેર કર્યો છે જેમાં મોજાઓ કિનારાને પાર કરીને રહેણાંક વિસ્તારમાં જતા જોવા મળે છે. તેણે લખ્યું, 'હું ખરેખર જ્વાળામુખી ફાટવાનો અવાજ સાંભળી શકું છું, તે ખૂબ જ ઉગ્ર લાગે છે. તેણે લખ્યું, રાખ અને નાના નાના કાંકરાનો વરસાદ થઈ રહ્યો છે અને આકાશમાં અંધારું છે.
જ્વાળામુખી સક્રિય થયા પછી વૈજ્ઞાનિકોએ જોરદાર વિસ્ફોટ, ગર્જના અને વીજળી જોઈ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વહેલી સવારે જ્વાળામુખી સક્રિય થયા પછી વૈજ્ઞાનિકોએ જોરદાર વિસ્ફોટ, ગર્જના અને વીજળી જોઈ હતી. સેટેલાઈટ ઈમેજીસમાં, ધુમાડાના ગોટેગોટા આકાશમાં લગભગ 20 કિલોમીટર (12 માઈલ) ની ઊંચાઈએ ઉછળતા જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં અધિકારીઓ જે 2,300 કિલોમીટર (1,400 માઇલ) થી વધુ દૂર સ્થિત છે, તેમને વિસ્ફોટને કારણે તોફાન થવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો:
ન્યુઝીલેન્ડમાં પ્રવાસન સ્થળ વ્હાઇટ આઇલેન્ડ પાસે જ્વાળામુખી ફાટ્યો, 16ના મોત
ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ જ્વાળામુખીની સમયસર ચેતવણી માટે નવી એલર્ટ સિસ્ટમ બનાવી