વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે સુરક્ષા પરિષદને કોવિડ-19 મહામારી સામે લડવા માટે એકજૂટ રહેવાનું આહ્વાન કર્યું છે. તેમણે આ બાબતને એક પેઢીની લડાઈ ગણાવી છે.
તેમણે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી કોરોના વાઇરસ માટેની પ્રથમ બેઠકમાં સુરક્ષા પરિષદને અપીલ કરતાં જણાવ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાં પરિષદને એકજૂટ થઇને આની સામે લડવા માટે સંકલ્પ લેવો ખૂબ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસના કેસ 16 લાખને પાર છે. વર્લ્ડોમીટર વેબસાઈટ અનુસાર સંક્રમણના અત્યાર સુધી સંક્રમણના 16,03,648 કેસ સામે આવ્યા છે.
ગત વર્ષે ચીનમાં આ વાઇરસ સામે આવ્યાબાદ 200થી વધુ દેશ અને ક્ષેત્રમં 95,716 લોકોનાં મોત થયાં છે.
આવા સમયે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિની સુરક્ષા પરિષદને એટજૂટ રહેવાની અપીલ દર્શાવે છે કે, ખરેખર આ મહામારી વિશ્વ માટે પડકાર બની છે.