સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે બીજા વિશ્વયુદ્ધ પછી કોરોના વાયરસને સૌથી મોટો પડકાર ગણાવતાં કહ્યું કે આ રોગચાળો ફક્ત લોકોની હત્યા જ નહીં પરંતુ આર્થિક મંદી તરફ દોરી રહ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરના ઇતિહાસમાં આવું ભયંકર સંકટ ક્યારેય સર્જાયું નથી.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અંદાજ મુજબ, વિશ્વમાં કોરોના વાયરસના 8,50,500 કેસની પુષ્ટિ થઈ છે અને 42,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકામાં હવે વિશ્વમાં સૌથી વધુ 1,84,183 કેસ છે અને અહીં મૃત્યુઆંક ચાર હજારને વટાવી ગયો છે.
ગતારેસે મંગળવારે 'વહેંચાયેલ જવાબદારી, વૈશ્વિક એકતા: સામાજિક આર્થિક પ્રતિભાવ' પર એક અહેવાલ શેર કરતાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં છેલ્લા 75 વર્ષોમાં પહેલાં આવી કટોકટી જોવા મળી નથી. અમે તેનો સામનો કરી રહ્યા છીએ - એક એવી કટોકટી કે જે લોકોની હત્યા કરી રહી છે, લોકોને ઇજા પહોંચાડે છે, લોકોનું જીવન મુશ્કેલ બનાવે છે.
યુએનના સેક્રેટરી જનરલે કહ્યું કે, આ માનવતાવાદી સંકટને પહોંચી વળવા માટે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓથી સંકલિત, નિર્ણાયક, વ્યાપક અને નવીન નીતિ ક્રિયા જરૂરી છે. આ માટે આપણે વધુ સંવેદનશીલ દેશોના ગરીબ લોકો માટે મહત્તમ આર્થિક અને તકનીકી સહાય પણ વધારવી જોઈએ.
આ દિશામાં તેમણે ઝડપી સંકલિત આરોગ્ય પ્રતિસાદની જરૂરિયાત માટે હાકલ કરી છે. જેથી આ બિમારીના ફેલાવાને નિયંત્રિત કરવા સાથે રોગચાળાને નાબૂદ કરી શકાય.
ગુતારસે વધુમાં કહ્યું કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે વધુમાં વધુ લોકોની તપાસ વધારવી, અસરગ્રસ્તોને શોધવા, અસરગ્રસ્ત લોકોને અલગ અલગ રાખવા અને લોકોને ઘની બહાર ન નિકળવા દેવાથી આ બિમારીનો સામનો કરી શકાશે.