વાવાઝોડાના કારણે બુધવારના રોજ 10,000 હજાર લોકો ફસાયા હતા જે તમામને ઉંચાઇ પર ખસેડ્યા હતા. વાવાઝોડાએ લોકોના મકાન અને વૃક્ષોને ધરાશાયી કરી નાખ્યા છે. આ સમગ્ર વાવાઝોડાને કારણે શહેરમાં અંધકાર છવાઇ ગયો છે.
મળતી માહિતી મુજબ હાલમાં શહેરમાં પુરના પાણીઓ ભરાઇ ગયા છે, જો કે અત્યાર સુધીમાં મોતની પુષ્ટી થઇ નથી.
સુરક્ષા અધીકારીઓએ જણાવ્યું કે સ્કુલ, જિમ અને સરકારી બિલ્ડીગોમાં 16 હજારથી પણ વધુ લોકોએ રાત પસાર કરી હતી.