આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે મંત્રીસ્તરની 2+2 વાર્તા પર અમેરિકી વિદેશ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, યુએસ-ઈન્ડિયા રણનીતિક ભાગીદારી બંને દેશો માટે મહત્વપૂર્ણ છે.
ભારત અને અમેરિકા વચ્ચે બીજી 'ટૂ પ્લસ ટૂ' વાર્તા અહીંયા વિદેશ વિભાગ માટે ફોગી બોટમ મુખ્યાલયમાં બુધવારે થઈ હતી. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે રક્ષા પ્રધાન માર્ક એસ્પરે ભારતના પોતાના સમકક્ષો વિદેશ પ્રધાન એસ જયશંકર અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહની વિદેશ વિભાગની ફોગી બોટમ મુખ્યાલયમાં મહેમાનગતિ માણી હતી.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વાર્તા બાદ વિદેશ પ્રધાન પોમ્પિઓએ પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આજની આ વાર્તા વિતેલા વર્ષમાં થયેલી પ્રગતિ પર આધારિત છે. અમે અંતરિક્ષમાં શોધ, રક્ષા તથા ઔદ્યોગિક સમન્વય જેવા ક્ષેત્રોમાં નવા કરારો કર્યા છે.
પોમ્પિઓ આગળ જણાવ્યું હતું કે, અમે બંને દેશોના સાંસદો માટે એક નવા એક્સચેન્જ પ્રોગામ સ્થાપિત કરવા પર સહમત થયા છીએ. અમે અમારા દેશો માટે ઈનોવેટર્સ માટે ઈન્ટર્નશીપમાં મદદ કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ અને હમે વિપત્તીની સમયમાં સામનો કરવા માટે બુનિયાદી ઢાંચાને ભારત માટે ગઠબંધન કરી સમર્થન કરવા જઈ રહ્યા છે.
આ સંયુક્ત પત્રકાર સંમેલનમાં પોમ્પિઓ સાથે સિંહ, જયશંકર અને એસ્પર પણ હાજર રહ્યા હતા. પોમ્પિઓએ કહ્યું હતું કે, આજે અમે મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને તેના માટે એક યોગ્ય ચર્ચા પણ કરી છે. અમે હિન્દ, પ્રશાંતમાં સુરક્ષા તથા દુનિયા ભરમાં સુરક્ષા માટે ભારતના વિચારોને આદર આપીએ છીએ.
ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ટૂ પ્લસ ટૂ વાર્તાને સફળ ગણાવી હતી. તો વળી ભારત અને અમેરિકા વચ્ચે મંત્રીસ્તરીય 2+2 વાર્તા પર અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, યુએસ-ઈન્ડિયા રણનીતિક ભાગીદારી બંને દેશો માટે અતિ મહત્વપૂર્ણ છે.