વોશિંગ્ટન: દુનિયામાં કોરોના વાઇરસે તબાહી મચાવી છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમનો પુત્ર બેરોન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેનામાં કોઇ લક્ષણ દેખાયા નહોતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે, તેમનો 14 વર્ષીય પુત્ર બેરોન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે હાલ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં. ફર્સ્ટ લેડીએ બુધવારે કહ્યું કે, બેરોનમાં કોઇ કોરોનાના લક્ષણ જોવા મળતા નહોતા.
તેમણે સોશિયલ મીડિયામાં એક ભાવુક પત્ર લખતાં જણાવ્યું કે, 'મારો ડર ત્યારે સાચો સાબિત થયો જ્યારે તેનો ટેસ્ટ ફરી કરવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો ' તેણે કહ્યું કે, બેરોન એક હિંમતવાન છોકરો છે, હવે તેનામાં કોઇ કોરોના સંબધિત લક્ષણ જોવા મળતા નથી.
મેલાનિયાએ જણાવ્યું કે, અમે ત્યારે એકબીજા સાથે સમય વિતાવ્યો હતો. તેથી અમે બહુ ખુશ હતા. ત્યારબાદ તેમના પુત્રનો રિપાર્ટ નેગેટિવ આવ્યો હતો. મેલાનિયાએ તેના પુત્રનો કોરોના રિપોર્ટ ગોપનીય રાખ્યો હતો. જોકે, તેણે હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે, શા માટે તેમના પુત્રના કોરોના રિપોર્ટને જાહેર કર્યો નહીં.