ETV Bharat / international

H-1B વીઝા પર પ્રતિબંધથી અમેરિકાને જ નુકસાન: USIBC - H-1B વીઝા પર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શ્રમિકોના વીઝા નિયમ બદલવાની દિશામાં H-1B વીઝા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના બિઝનેસ એડવોકેસી ગ્રુપે કહ્યું કે, ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને તેમની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે.

President Donald Trump
President Donald Trump
author img

By

Published : Jun 25, 2020, 11:55 AM IST

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શ્રમિકોના વીઝા નિયમ બદલવાની દિશામાં H-1B વીઝા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના બિઝનેસ એડવોકેસી ગ્રુપે કહ્યું કે, ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને તેમની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે.

US India Business Council (USIBC)ની અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે કહ્યું કે, આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જેથી ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો લાગ્યો છે. આ સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારી અનુસાર આ નિર્ણય અમેરિકાના શ્રમિકોના હિતમાં લેવામાં આવ્યો છે.

બિસ્વાલે કહ્યું કે, મને લાગે છે કે, H-1B વીઝા અને L-1 વીઝાથી કુશળ કામદારો અને શ્રામિકોની મદદથી અમેરિકાને ખુબ ફાયદો થયો છે. આ વર્ક વીઝાના કારણે પ્રતિભાશાળી લોકોને અમેરિકામાં આવવાની તક મળી છે અને ટેક્નોલૉજી ક્ષેત્રે મદદ કરવાની તક મળી છે.

H-1B વીઝા હેઠળ વર્કર્સને નોકરી પર રાખનારી ઘણી કંપનીઓ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે. જેનાથી અમેરિકી વર્કર્સે આ નોકરી માટે જરુરી સ્કિલ શીખવામાં મદદ મળશે, પરંતુ આ વીઝા પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવાથી અમેરિકી વર્કર્સ મદદ મળશે.દેસાઈએ કહ્યું કે, કંપનીઓ સામે પડકાર એ હશે કે, તેમને કામ કરાવવું છે. એવા સમયે કંપનીઓને ટેલેન્ટ મળશે નહી. તો આઈટી સર્વિસ આપનારી અથવા ટેલેન્ટનો ઉપયોગ કરનાર કંપની છે તે બહાર નોકરી આપવા લાગશે.

તેમણે કહ્યું કે,કેટલાક દેશો છે જે અમેરિકા સાથે કૉમ્પટીશન કરી રહી છે. જે આ ટેલ્ન્ટને પોતાને માટે ઉપયોગ કરશે. જેનું સીધું નુકસાન અમેરિકાને જ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.