અમેરિકા: ચીની કંપની ટિકટોક તેના અમેરિકન વ્યવસાયને વેચવાની ફરજ પડી રહી છે. કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ચીની વીડિઓ એપ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, માઇક્રોસોફ્ટ દ્વારા ટિકટોક ખરીદવા માટે સંભવિત સોદામાં યુએસને હિસ્સો આપવાની વાત કહી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માઇક્રોસોફ્ટ દ્વારા ટિકટોક ખરીદવા માટે સંભવિત સોદામાં યુએસને હિસ્સો મળવાની વાત કહી છે. વ્યવસાય જગત માટે આ ખરેખર અભૂતપૂર્વ વસ્તુ છે. આ પહેલા ભાગ્યે જ કોઈ રાજ્યના વડાએ આવી માંગ કરી હોય.
ચીની કંપની ટિકટોક તેના અમેરિકન વ્યવસાયને વેચવાની ફરજ પડી રહી છે. કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ચીની વીડિઓ એપ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. ટિકટોકના દાવા મુજબ યુ.એસ.માં આ વીડિયો એપના લગભગ 100 મિલિયન વપરાશકારો છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારત સરકારે સુરક્ષા અને ગોપનીયતાને ટાંકીને પહેલા જ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે.