હાફિઝ સઈદની ધરપકડને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હાફિઝ સઈદની અટકાયત કરવા માટે દબાવ કરવામાં આવતો હતો.
બુધવારના રોજ જનાત-ઉદ-દાવાના મુખ્યા હાફિઝ સઈદ લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો. ત્યારે કાઉન્ટર ટેરરિઝ્મ ટીમે તેમને ઝડપી પાડ્યો હતો. જે બાદ હાફિઝ સઈદને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
લાહોરની જેલમાં બંધ રહેશે હાફિઝ
લશ્કર-એ-તૈયબા અને જનાત-ઉદ-દાવાના પ્રમુખ એવા હાફિઝ સઈઝને પાકિસ્તાનના લાહોરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગ્લોબલ આંતકી હાફિઝને લાહોરની લખપત જેલમાં રાખવામાં આવશે. પરંતુ હાફિઝની ધરપકડ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાને કારણે નહી પરંતુ ટેરર ફંડિગને કારણે થયેલી કેટલીક બાબતોને લઈને થઈ છે. તો બીજી તરફ હાફિઝ સઈદને લાહોર પોલીસે નહીં પરંતુ કાઉન્ટર ટેરરિઝ્મ ડિપાર્ટમેન્ટ (CTD)એ પક્ડયો છે.
CTD પાકિસ્તાનના એન્ટી ટેરરિઝમ એક્ટ-1997 મુજબ 2 ડઝનથી વધુના કેસમાં કાર્યવાહી કરાઈ છે. હાફિઝ સઈઝ પર ટેરર ફંડિંગ, મની લૉન્ડ્રિંગ કરવાનો આરોપ છે. 3 જુલાઈના રોજ હાફિઝ સઈદ, અબ્દુલ રહેમાન મક્કી સહિત અન્ય ઘણા મોટા આતંકીઓ પર CTD દ્વારા આ એક્ટ લગાવ્યો હતો અને કેસ પણ દાખલ કરાયો હતો.