વોશિંગ્ટન: US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચીન સાથેના વેપાર કરારને તોડવાની ધમકી આપી હતી, ટ્રમ્પે કોરોના વાયરસ વિશે નવી માહિતી આપવા માટે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો ચીન કરારની જોગવાઈઓનું માન નહીં રાખે તો વેપાર કરારને સમાપ્ત કરી દેવામાં આવશે.
ચીન અને અમેરિકાએ ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં એક વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કર્યા હતાં, જેથી બંને વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર સમાપ્ત થયું હતું. આ કરારના પ્રથમ તબક્કા હેઠળ, ચીન યુએસ પાસેથી 200 અબજ ડૉલરની ચીજવસ્તુઓ ખરીદવા માટે બંધાયેલું છે. આ કરાર અનુસાર આ કરાર આગળ વધવાનો અંદાજ પણ છે.
જો કે, યુએસ-ચાઇના આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગે એક અહેવાલમાં કહ્યું હતું કે, ચીન કુદરતી આપત્તિ કોરોનાની મહામારી અથવા અન્ય કોઈ આકસ્મિક ઘટનાની સ્થિતિમાં વેપાર કરારમાં નવી જોગવાઈઓ કરી શકે છે. જેથી બંને દેશો વચ્ચે નવા સંવાદની જરૂર પડી શકે તેમ છે. હવે ટ્રમ્પે કહ્યું કે, જો આવું થાય તો અમે આ કરારને સમાપ્ત કરી દઇશું અને જે બીજા કરતા વધુ સારી રીતે કરીશું. હું ચીન વિશે જેટલો કડક છું એટલું કોઈ નથી.
આ રહેલા પણ અમેરિકામાં મહામારી બનેલા કોરોના વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી. ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોરોના માટે ચીન જવાબદાર નિકળશે તો તેના ખરાબ પરિણામ ભોગવવા પડશે. ચીનમાં સૌથી વધારે મોત થયા હોવા છતા ચીન મોતનો આંકડો છુપાવી રહ્યું છે.