વૉશિંગ્ટન: US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે અને તે "સ્વસ્થ્ય" હોવાનું વ્હાઇટ હાઉસના ચિકિત્સકે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ અગાઉ કોવિડ-19 પોઝિટિવ બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાં હતાં, ત્યારબાદ તેમણે માર્ચમાં મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.
નોંધનીય છે કે, અમેરિકા કોરોના વાઈરસ મહામારીનો ભોગ બન્યો છે. જેથી વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે, હવે પછીના પખવાડિયામાં બે લાખ લોકોની જાન જઈ શકે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ, અત્યાર સુધીમાં 175થી વધુ દેશો અને પ્રદેશોમાં કુલ 10,02,159 કોવિડ -19 કેસ નોંધાયા છે.
USમાં 236,339 COVID-19 કેસ નોંધાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે અને આ રોગને લીધે 50,000થી વધુ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસ પરના વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સના સભ્ય ડેબોરાહ બિકસે જણાવ્યું હતું કે, USમાં મૃત્યુની સંખ્યા 1,00,000થી 2,00,000ની વચ્ચે નોંધાઈ શકે છે. જેથી 30 એપ્રિલ સુધી સામાજિક અંતર સહિતના નિયમો અમલમાં રહેશે.