વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ કે COVID-19ના સંક્રમણને ધ્યાને લઈ તમામ યૂરોપીયન દેશોથી અમેરિકાના પ્રવાસ પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, વાયરસનો વધારે લોકોને ચેપ ન લાગે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે, નવો નિયમ શુક્રવાર અડધી રાતથી લાગુ થઈ જશે. આ પ્રતિબંધ બ્રિટન પર લાગુ નહીં થાય. બ્રિટનમાં અત્યાર સુધી વાયરસના 460 મામલાની પુષ્ટિ થઈ છે. ટ્રમ્પે કહ્યું કે, યુરોપમાં કોરોના વાયરસના અનેક મામલાઓ સામે આવ્યાં છે, કારણ કે ત્યાંની સરકાર ચીનથી આવનારા લોકોના પ્રવાસ પર પ્રતિબંધ નથી લગાવી શકી, જ્યાંથી COVID-19 મહામારી શરૂ થઈ હતી.
નોંધનીય છે, અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની અસરના લીધે 37 લોકોના મોત થયા છે. જ્યારે 1300 કેસ પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.