ETV Bharat / international

ટ્રમ્પે નવા ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવાની પ્રક્રિયા પર 60 દિવસની રોક લગાવી - ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છ કે, તે દેશમાં ઈમિગ્રેશને અસ્થાયી રુપે નિલંબિત કરીને પોતાની કાર્યકારી આદેશ તરીકે આગામી 60 દિવસ સુધી નવા ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા અથવા કાયદેસર કાયમી રહેઠાણની પ્રક્રિયા પર રોક લગાવી છે.

Etv Bharat, Gujarati News, Donald Trump, Green Card
Trump suspends issuing of new Green Cards for 60 days
author img

By

Published : Apr 22, 2020, 10:15 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છ કે, તે દેશમાં ઈમિગ્રેશને અસ્થાયી રુપે નિલંબિત કરીને પોતાની કાર્યકારી આદેશ તરીકે આગામી 60 દિવસ સુધી નવા ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા અથવા કાયદેસર કાયમી રહેઠાણની પ્રક્રિયા પર રોક લગાવી છે.

ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, આ પગલુ એ લોકો પર કોઇ અસર નહીં કરે જે અસ્થાયી રુપે દેશમાં આવી રહ્યા છે. કેટલાય લોકોનું માનવું છે કે, જે લોકો H-1 જેવા બિન ઇમિગ્રેશન કાર્ય વિઝા પર રહી રહ્યા છે તેમના પર તેની કોઇ અસર થશે નહીં. H-1 વિઝા મુખ્યત્વે પ્રોદ્યોગિકના વિદેશી પેશેવરોને જાહેર કરે છે. કૃષિ મજૂરી કરતા કારીગરો પર તેની કોઇ અસર થશે નહીં.

જો કે, આ કાર્યકારી આદેશની તે હજારો ભારતીય-અમેરિકાઓ પર અસર પડશે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યા છે. આ પ્રક્રિયામાં વધુ વિલંબ થવાની સંભાવના છે. ટ્રમ્પે કોરોના વાઇરસ પર વ્હાઇટ હાઉસમાં પોતાના નિયમિત સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું, 'અમે પહેલા અમેરિકી કારીગરોનું ધ્યાન રાખવા ઇચ્છીએ છીએ. આ આદેશ 60 દિવસ માટે લાગુ થશે જે બાદ કોઇ પ્રકારનો વિસ્તાર કે, ફેરફાર થવાની આવશ્યક્તા પર હું પોતે અને લોકોનો એક સમુહ તે સમયની આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત નિર્ણય કરીશું. '

તેમણે કહ્યું કે, 'આ આદેશ માત્ર તે વ્યક્તિઓ પર લાગુ થશે જે સ્થાયી નિવાસની અનુમતિ માગી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો જે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છે છે.'

વિસ્તારથી જાણકારી આપતા કહ્યું કે, તેમાં અમુક છૂટ પણ આપવામાં આવશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'તે સુનિશ્ચિત કરવું અમારું કર્તવ્ય છે કે, બેરોજગા અમેરિકીઓને ફરીથી તેની નોકરી અને આજીવિકા મળે. અમેરિકી કારીગરોની રક્ષા કરવા માટે અમેરિકામાં ઇમિગ્રેશન પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે.'

તેમણે કહ્યું કે, ઇમિગ્રેશન પર રોક લગાવવાથી અમેરિકા ફરીથી ખુલશે ત્યારે સૌથી પહેલા બેરોજગાર અમેરિકીઓને નોકરીઓની મદદ મળશે.

મહત્વનું છે કે, કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીને કારણે 2.2 કરોડથી વધુ અમેરિકીઓએ બેરોજગારી ભથ્થા માટે આવેદન કર્યું છે જે પોતાનામાં જ એક રૅકોર્ડ છે.

અમેરિકી અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ રહેવાથી આગામી અઠવાડિયામાં લાખો લોકો બેરોજગાર થવાની આશંકા છે.

ટ્રમ્પે કહ્યું કે, નવા ઇમિગ્રેશન પર આ રોકથી મહત્વની ચિકિત્સા સંસાધનોને અમેરિકી નાગરિકો માટે બચાવીને રાખવામાં પણ મદદ મળશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમણે અમેરિકી અર્થવ્યવસ્થા પર પડી રહેલી કોરોના વાઇરસની અસરને કારણે અભુતપુર્વ પગલું લેવું પડ્યું છે.

કોંગ્રેસની અનુસંધાન સેવાની એક રિપોર્ટ અનુસાર લગભગ 10 લાખ કાયદેસર વિદેશી મજૂર અને તેમના પરિવાર ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.