વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ સાથે વાત કરી નથી કે તેમનું આવું કરવાની કોઈ યોજના નથી. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ના, મેં તેમની સાથે વાત કરી નથી. મારે તેની સાથે વાત કરવાની કોઈ યોજના પણ નથી.
તેમણે કોરોના વાઇરસને ચીનની બહાર ફેલાતા અટકાવવામાં નિષ્ફળતા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આમાં કોઈ શંકા નથી કે અમે સંક્રમણને છુપાવવા અને તેને વિશ્વવ્યાપી ફેલાવવા માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર માનીએ છીએ. તેને રોકી શકાયો હોત. તેઓએ તેને અટકાવવું જોઈએ.
તેમણે આ મુદ્દે ચીનનું સમર્થન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું, "તે ખરેખર ચીનની કતપૂતળી હતું."
રાષ્ટ્રપતિએ કહ્યું, 'ચીનને હરીફ માનવું એકદમ વિચિત્ર છે. તે ખરેખર અજીબ છે. છેલ્લા 25-30 વર્ષોમાં ચીને આપણી પાસેથી સૌથી વધારે છીનવ્યું છે.