ETV Bharat / international

ઓબામાએ સારું કામ નહોતું એટલે હું રાષ્ટ્રપતિ બન્યો: ટ્રમ્પ - ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સારું પ્રદર્શન ન હોવાને કારણે જ હું રાજકારણમાં ઉતર્યો અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો હતો.

Democratic Party
Democratic Party
author img

By

Published : Aug 20, 2020, 1:24 PM IST

વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સારું પ્રદર્શન ન હોવાને કારણે જ હું રાજકારણમાં ઉતર્યો અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો હતો. ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું કે, મને મારું જૂનું જીવન ખુબ જ પસંદ હતું, પરંતું ઓબામા અને બિડેને ખુબ જ ખરાબ કામ કર્યું હતું, જેના કારણે આજે હું રાષ્ટ્રપતિ તરીકે તમારી સામે ઉભો છું.

વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઓબામાએ સારું કામ નથી કર્યું. હું અહીં ફક્ત રાષ્ટ્રપતિ ઓબામા અને જો બિડેનના કારણે અહીં છું, કારણ કે જો તેઓએ સારું કામ કર્યું હોત, તો હું અહીં ન હોત. જો તેઓએ સારું કામ કર્યું હોત તો, મેં કદાચ ચૂંટણી લડી પણ ન હોત. ઉલ્લેખનીય છે કે, બિડેન ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતાં, જે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ્સ વતી ટ્રમ્પને પડકાર ફેંકી રહ્યાં છે. સોમવારે અમેરિકન ડેમોક્રેટિક સંમેલનની શરૂઆત થઈ હતી.

ઓબામાએ પોતાના મુખ્ય ભાષણમાં ટ્રમ્પને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યો હતો. જેમણે 1.7 મિલિયનથી વધુ અમેરિકનને મારી નાખ્યા અને અર્થવ્યવસ્થાને ખરાબ સ્થિતિમાં છોડી દીધી છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓની પહેલા 2008થી 2016 સુધી વ્હાઇટ હાઉસમાં રોકાવાના પોતાના અંગત અનુભવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આજે હું મુઠ્ઠીભર લોકોમાંથી એક છું, જેમણે આજે રાષ્ટ્રપતિનો ભારે બોજ અને જબરદસ્ત તાકાત જોઇ છે.

મિશેલ ઓબામાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશ માટે ખોટા રાષ્ટ્રપતિ છે. જેમ મેં પહેલા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ હોવાથી તમે કોણ છો તે બદલાતું નથી. ડેમોક્રેટિક કન્વેશનમાં આ મિશેલનું ચોથું ભાષણ હતું, બરાક ઓબામાના 2008ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ મંચ પર પ્રથમ વખત ભાષણ આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.