વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચોંકાવનારી જાહેરાત કરી હતી અને કહ્યું કે, તે મલેરિયા રોધી દવા હાઇડ્રોક્સી ક્લોરિક્વિનનું સેવન કરી રહ્યા છે અને આ જાહેરાત તેમણે આવા સમયે કરી જ્યારે અમેરિકાના વિશેષજ્ઞ અને નિયામક એ કહી ચૂક્યા હતા કે તે કોરોના સામે આ દવા લડવા માટે ઉપયોગી નથી.
ટ્રમ્પે કહ્યું કે, તેનો કોરોના વાઇરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમાં કોરોનાના કોઇ લક્ષણ દેખાયા નથી. અમેરિકી રાષ્ટ્ર પતિએ કહ્યું કે, તેઓ 15 દિવસથી વધુથી આ દવા લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, હું ઝિંકની સાથે રોજ એક ગોળી લઉં છું. તેને પૂછવામાં આવ્યું કે, શા માટે ત્યારે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મેં તેના વિશે સારું સાંભળ્યું છે કેટલાય સારા સમાચાર સાંભળ્યા છે.
ટ્રમ્પે હાઇડ્રોક્સીકિલોરિક્વિનના ઉપયોગના વધારામાં રુચિ ધરાવી હતી. જ્યારે અમુક ડૉકટરોનું માનવું છે કે, આ દવા કોરોનાના દર્દીઓ પર કોઇ જ અસર કરતી નથી અને અમેરિકી સરકારી નિયામકોએ ચેતવણી પણ આપી છે કે, આ દવા સુરક્ષિત નથી.
વધુમાં જણાવીએ તો ગત્ત મહિનાની શરુઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી મલેરિયા રોધી દવા હાઇડ્રોક્સી ક્લોરિક્વિનની આપૂર્તિ કરવાનો આગ્રહ કર્યો હતો. ભારત સરકાર તરફથી તેની નિકાસને મંજૂરી આપ્યા પછી ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક "મહાન" નેતા અને "ખૂબ સારા" વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. અમેરિકામાં કોરોના વાઇરસ સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ વાયરસથી મૃત્યુઆંક 90,000 ની ઉપર પહોંચી ગયો છે.