વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જર્મની તેમજ સાઉદી અરબ સહિત દુનિયાના કેટલાય નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને સાઉદી અરબના શાહ સલમાન બિન અબ્દુલઅજીજ અલ-સૌદે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીને હરાવવા માટે સકારાત્મક ઘટનાઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને ફરીથી ઉભી કરવા માટે શુક્રવારે ચર્ચા કરી હતી.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને નેતા વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતાની મહત્તા પર રાજી થયા અને તેમણે અમેરિકા તેમજ સાઉદી અરબની રક્ષા ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ટ્રમ્પ અને સલમાને અન્ય મહત્વના ક્ષેત્રીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ તથા જી-7 તેમજ જી- 20ના નેતાઓ તરીકે પોતાના સહયોગ પર પણ ચર્ચા કરી હતી.
જર્મનીના ચાંસલર એન્જેલા મર્કેલ સાથે શુક્રવારે વાતચીતમાં બંને નેતાઓએ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીને હરાવવામાં સકારાત્મક ઘટનાઓ, અનુસંધાન પ્રયાસો અને અમેરિકા તેમજ જર્મનીની અર્થવ્યવસ્થાઓને ફરીથી ખોલવા પર ચર્ચા કરી હતી.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપતિએ મહામારી સામે લડવા માટે જર્મનીની સક્રિયતા માટે ચાંસલરનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ મહત્વના ક્ષેત્રો અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
ટ્રમ્પે 'વિકટ્રી ઇન યુરોપ ડે' ની 75મી વર્ષગાંઠ પ્રસંગે મર્કેલ સાથે વાત કરી હતી. વ્હાઇટ હાઉસ મુજબ, ટ્રમ્પે મલેશિયાના વડા પ્રધાન મુહિદ્દીન યાસીન સાથે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીને નાથવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિએ પ્રોજેક્ટ એર બ્રિજને સરકારના સમર્થન માટે અને સપ્લાય ચેઇનને પુનર્સ્થાપિત કરવા બદલ મુહિદ્દીનનો આભાર માન્યો.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, બંને નેતાઓએ ઝડપી આર્થિક પુનઃ પ્રાપ્તિ માટે અને યુએસ-મલેશિયાની વ્યાપક ભાગીદારીના વિસ્તરણ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.