ETV Bharat / international

ટ્રમ્પ: અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ વિવાદિત પ્રમુખની વિચિત્ર વાતો

ડોનાલ્ડ ટ્રમ્પ રાબેતા મુજબના રાજકારણી નથી, સામાન્ય પ્રકારે હોય તેવા અમેરિકન પ્રમુખ નથી અને હવે તેમનું ભાવિ પણ ડામડોળ જણાઈ રહ્યું છે. કોરોના મહામારી ફેલાઈ અને અર્થતંત્ર સામે મોટો પડકાર ઊભો થયો તેવી બહુ મોટી કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

trump
trump
author img

By

Published : Nov 2, 2020, 10:29 PM IST

  • અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ વિવાદિત પ્રમુખ ટ્રમ્પ
  • વિવાદાસ્પદ અને બેફામ પ્રમુખ ટ્રમ્પ
  • આફતને અવસરમાં ફેરવી જાણનારા રાજકારણી ટ્રમ્પ

હૈદરાબાદ: લોકશાહીના 200 વર્ષના ઇતિહાસમાં અમેરિકાએ 2017માં તેના આજ સુધીના સૌથી વિવાદાસ્પદ અને બેફામ પ્રમુખ જોયા અને દિવસે ને દિવસે તેમની પક્ષપાતી રીતો લોકોને ચોંકાવતી રહી છે.

બેફામ

ટ્રમ્પનો ખુલ્લેઆમ, બેફામ, આકરી ભાષામાં બોલવાનો અને વંશીય ભેદભાવ સાથેનો અભિગમ હતો. તેના કારણે વિરોધીઓને તેમની ટીકા કરવાનું ફાવતું મળતું હતું. પરંતુ તેનાથી ફાયદો થવાની વાત છેલ્લા ચાર વર્ષમાં સાબિત થઈ નથી. તેમની રાજકીય ઓળખ પરદા પાછળ છુપાયેલી નથી અને તેમના બેફામ રાજકારણને કારણે અનુભવી અને ધીરગંભીર નેતાઓ પણ તેમના વંટોળમાં ક્યાંય ફેંકાઇ ગયેલા લાગ્યા અને અમેરિકાની ચૂંટણીની સમગ્ર પદ્ધતિ જ જાણે બદલાય ગયેલી લાગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ
વિવાદોના વંટોળ વચ્ચે આખલા જેવા ટ્રમ્પ હરિફોની સામે પોતાનો જોરદાર બચાવ કરતા રહ્યા છે. તેઓ જરાય વિચલિત થયા વિના આરોપોનો સામનો કરી અને ઉલટાના વધારે આક્રમક બને છે. સ્ટોર્મી ડેનિયલના કિસ્સાથી માંડીને ઇમ્પિચમેન્ટ સુધીની કાર્યવાહી અને હાલમાં COVID-19ની બાબતમાં સારવારની સલાહમાં મારેલા લોચા સહિત અનેક બાબતોમાં તેઓ વિવાદમાં રહ્યા છે. આમ છતાં તેમની છાપને કોઈ અસર થઈ નથી. વિવાદોમાં વિજેતાકેટલાક અપવાદોને બાદ કરતાં વિવાદોમાં ઉલટાના ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનીને બહાર આવતા રહ્યા છે. વિવાદોને હટાવીને તેઓ આગળ વધતા રહ્યા અને વધારે મજબૂત બનતા રહ્યા છે. ટ્રમ્પે ચીન સામે વેપાર યુદ્ધ આદર્યું તેના કારણે ચીન મુશ્કેલીમાં મૂકાયું અને અમેરિકાને ફાયદો થયો અને તેના દ્વારા અમેરિકા ફર્સ્ટનો નારો તેઓ મજબૂત કરી શક્યા. એ જ રીતે ઇમ્પિચ કરીને પ્રમુખપદેથી તેમને હટાવવા માટેના ડેમોક્રેટ્સના પ્રયાસો પણ નાકામિયાબ રહ્યા અને ફેબ્રુઆરીમાં તેમણે સ્ટેટ ઑફ યુનિયન સ્પીચ આપી તેમાં જણાઈ આવ્યું કે તેઓ પ્રમુખ તરીકે મજબૂત બન્યા છે. તેઓ જોકે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ-ઉનને અણુ કાર્યક્રમ કરતાં અટકાવી શક્યા નહિ તે નિષ્ફળતા ગણાય ખરી.
બિઝનેસ મેન
બિઝનેસ મેન
આક્રમક તકવાદીટ્રમ્પ આફતને અવસરમાં ફેરવી જાણનારા રાજકારણી છે અને તેઓ ઓબામાગેટ જેવા મુદ્દાઓ ચગાવીને હરિફોને ખુલ્લા પાડવા આક્ષેપો કરતા રહ્યા હતા. હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા ઉપરાંત તેમણે હાલના હરિફ જો બાઇડન સામે હંમેશા આક્ષેપોનો મારો ચલાવ્યો છે.
લગ્ન જીવન
લગ્ન જીવન
રાજકીય સફરટ્રમ્પ ટાવરના એસ્કલેટર પર પત્ની મેલાનિયા સાથે નીચે ઉતરતાં ઉતરતાં તેમણે 2016માં પ્રમુખપદની ચૂંટણીમાં જંપલાવાની જાહેરાત કરી હતી. તે પછી તેમણે અનેક રાજકીય હરિફોના રેકર્ડ તોડી નાખ્યા અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બની ગયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાની વાત કરવા સાથે ક્લિવલેન્ડમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમણે પ્રસિદ્ધ "મેક અમેરિકા ગ્રેટ અગેઇન"નો નારો ચલાવ્યો હતો.
રિયાલિટી ટીવી સ્ટાર
રિયાલિટી ટીવી સ્ટાર
બીજી મુદત માટે પ્રમુખ બનવા માટે પણ ટ્રમ્પ અમેરિકાના અર્થતંત્રને દોડતું કરવાના અને ગુનાખોરીનો મજબૂતીથી સામનો કરવાના મુદ્દા સાથે પ્રચાર કરતા રહ્યા હતા. જોકે ટ્રમ્પ ઉપરાંત બાઇડન બંને સામે સૌથી અગત્યનો મુદ્દો કોરોના વાઇરસનો જ રહ્યો છે. કેમ કે તેના કારણે પ્રચાર સહિતની અનેક મુશ્કેલીઓ નડતી રહી હતી. કોરોના ચેપની બાબતમાં ટ્રમ્પનું બેફાન વર્તન વિવાદનો મુદ્દો રહ્યો છે, જ્યારે બાઇડન મોટા ભાગે ડેલેવરમાં વતનમાં રહીને જ પોતાનો પ્રચાર કરતા રહ્યા છે. જોકે છેલ્લે-છેલ્લે બાઇડને પણ પ્રચારનો મારો ચલાવ્યો હતો અને ખાસ કરીને નાના અને એક બીજાથી અંતર જાળવી શકાય તેવી સભાઓમાં પ્રચાર કર્યો હતો. ટ્રમ્પ માસ્કની બાબતમાં બેપરવા હતા, પણ બાઇડન હંમેશા માસ્ક પહેરીને રાખે છે.ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેમની સામે વિરોધો જાગવાનું શરૂ થયું હતું. જાન્યુઆરી 2017માં ટ્રમ્પે અમુક જૂથોને અમેરિકા આવતા રોકવા જાહેરાત કરી હતી અને મેક્સિકોની સરહદે દિવાલ બનાવવાની જાહેરાત કરી તે સાથે જ વિરોધ થયો હતો. પ્રારંભના સમયમાં બે રૂઢિચૂસ્ત જજોની નિમણૂક કરી અને હાલમાં જડ એમી કોનીની પણ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરી તેના વિવાદોનો પણ સામનો કરતા રહ્યા છે.
સહ લેખક
સહ લેખક
જોકે વિદેશ નીતિની બાબતમાં ટ્રમ્પને કેટલીક સફળતા મળી છે. ચીન સાથે વેપાર કરવા માટે પ્રયાસો કરી રહેલા ટ્રમ્પે શી જિનપિંગ સાથે સારા સંબંધોની કોશિશ કરી હતી, પરંતુ કોરોનાનો ચેપ ફેલાયો તે પછી તેમણે ચીન સામે પ્રહારો કરવાની નીતિ ખુલ્લેઆમ અપનાવી છે. કિમ જોંગ-ઉન સાથે તેમણે દોસ્તીની વાત શરૂઆતમાં કરી હતી અને સિંગાપોર તથા વિયેટનામમાં તેમની સાથે સારી રીતે વાતચીત થયાનું જણાવ્યું હતું. પરંતુ જૂનમાં અમેરિકાએ ઉત્તર કોરિયા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી દીધી છે. રશિયાના નેતા વ્લાદિમીર પુટીન સાથે પણ તેઓ સારા સંબંધો રાખીને કેટલાક ફાયદા મેળવવાની કોશિશ કરતા રહ્યા છે, પણ રશિયા સામેની જૂની શંકાઓ સાવ નાબુદ થઈ નથી.રશિયા સાથેના ટ્રમ્પના સંબંધોનો વિવાદ 2016ના ચૂંટણી પ્રચાર વખતે જ જાગ્યો હતો. તેમણે મોસ્કોને અપિલ કરેલી કે તેમના હરિફોના ઇમેઇલ ખુલ્લા પાડો અને સાથે એમ કહેલું કે અમેરિકા અને રશિયા મિત્રો બની શકે છે. તેમના સલાહકારો રશિયન સંપર્કો સાથે મુલાકાત કરતા રહ્યા હતા. તે બધાને કારણે પણ શંકાઓ જાગી હતી. આ રીત કેટલી યોગ્ય તેના સવાલો જાગ્યા હતા અને તે બાબતમાં રોબર્ટ મ્યુલરને તપાસ પણ સોંપાઇ હતી.મ્યુલર તથા અમેરિકાના કેટલાક જાસૂસોએ શોધી કાઢ્યું હતું કે રશિયાએ અમેરિકામાં ચૂંટણી દરમિયાન દખલગીરી કરી હતી. રશિયાએ માહિતીઓ લીક કરીને ચૂંટણીમાં ગરબડ કરવા અને ટ્રમ્પને ફાયદો થાય તેવું કરવા કોશિશ કરી હતી. જોકે ટ્રમ્પે આ તપાસ સામે શંકા વ્યક્ત કરી હતી અને 2018માં તેઓ હેલસિન્કીમાં પુટીનને મળ્યા પણ હતા. તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી થઈ તેમાં પણ રશિયા સાથેના ગુપ્ત સંબંધોનો વિવાદ જ કેન્દ્રસ્થાને હતો. કેટલાક અમલદારોએ કબૂલ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે રશિયા સામે લડવા યુક્રેનને લશ્કરી મદદ કરવાની ઓફર કરી હતી અને બદલામાં કેટલીક રાજકીય મદદ માગી હતી. જોકે આ રાજકીય વિવાદનો મુદ્દો જ રહ્યો અને સંસદમાં ચર્ચા પછી ટ્રમ્પ તેમાંથી બહાર આવી શક્યા.કોરોના ટેસ્ટિંગની કડવી વાસ્તવિકતાકોરોના વાઇરસના સંકટ વચ્ચે ટેસ્ટિંગ સહિતના મુદ્દે ટ્રમ્પ સરકાર, તેમના નેતૃત્ત્વ અને રાજકીય કુનેહ સામે સૌથી મોટો પડકાર બન્યો હતો. કોરોના ચેપ ફેલાવા લાગ્યો તે સાથે જ અમેરિકાને મોટો ફટકો પડ્યો હતો. અમેરિકાને ગ્રેટ બનાવવાની વાતો કરનારા ટ્રમ્પના શાસનમાં લોકો ચેપનો ભોગ બનવા લાગ્યા અને મોટા પાયે લોકોના મોત થયા છે. સાથે જ લોકડાઉનના કારણે મોટા પાયે બેકારી અને આરોગ્યની સમસ્યા ફેલાણી છે. લૉકડાઉન હટાવ્યા પછી પણ આર્થિક ગતિવિધિઓમાં ફરી તેજી આવી નથી અને ફરીથી ચેપ વધવા લાગ્યો છે. ત્યારે મંદીની મુશ્કેલી ફરી આવે તેવી શક્યતા છે. ટ્રમ્પ જાણતા હતા કે કોરોના સંકટનો સામનો કેવી રીતે કર્યો તેના આધારે તેમની જીત થવાની છે. મહામારી દરમિયાન તેમણે બડાઈ હાંકી પણ તેઓ પોતે જ આખરે કોરોના ચેપનો ભોગ બન્યા અને થોડા દિવસ તેમણે હોસ્પિટલમાં વીતાવવા પડ્યા હતા. બીજી બાજુ જ્યોર્જ ફ્લૉયડની મિનિયાપોલીસની પોલીસે ઘાતકી રીતે હત્યા કરી તેની સામે જાગેલા વિરોધ પ્રદર્શનો પણ પડકાર હતો. છેલ્લા દાયકાઓમાં ક્યારેય જોવા ના મળ્યો હોય તેવો અશ્વેત અસંતોષ અમેરિકાભરમાં પ્રગટ થઈ રહ્યો છે. પોર્ટલેન્ડ ઉપરાંત વૉશિંગ્ટન સહિત અનેક નગરોમાં વિરોધ પ્રદર્શનો ચાલતા રહ્યા હતા, અનેક જગ્યાએ લૂંટફાટ થઈ અને પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી.અમેરિકાના મતદારોએ બે વયોવૃદ્ધ નેતાઓ, પણ એક બીજાથી તદ્દન વિરોધી અભિગમ ધરાવતા ટ્રમ્પ અને બાઇડનમાંથી એકની પસંદગી કરવાની છે. 74 વર્ષના ટ્રમ્પ સામે 77 વર્ષના બાઇડન લડી રહ્યા છે. આધુનિક ઇતિહાસમાં બાઇડન સૌથી મોટી ઉંમરના પ્રમુખપદના ઉમેદવાર બન્યા છે અને અત્યારે ધનાઢ્ય ટ્રમ્પને બરાબરની ટક્કર આપી રહ્યા છે. બાઇડનની આખી જિંદગી રાજકારણમાં વીતિ છે અને તેઓ વૉશિંગ્ટનમાં સૌથી અનુભવી નેતા તરીકે કામ કરતાં રહ્યા છે. પરંતુ હાલમાં તેમનો સામનો એક એવી વ્યક્તિ સાથે થઈ રહ્યો છે, જેમની રીતિનીતિ સૌથી ઉદ્દંડ લોકો માટે પણ આઘાતજનક હોય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.