ETV Bharat / international

ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા ધારકોના નિયમોમાં આપી છૂટછાટ

અમેરિકાએ વિઝા પ્રતિંબધમાં મોટી રાહત આપી છે, જેમાં ભારતીયોને સારો ફાયદો થઈ શકે છે. કોરોના વાઈરસને કારણે અમેરિકાએ વિઝા પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે H-1B વિઝા ધારકોના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જેથી લોકો અમેરિકામાં પ્રવેશી શકશે.

Donald trump
Donald trump
author img

By

Published : Aug 13, 2020, 10:44 AM IST

વૉશિંગ્ટનઃ અમેરિકાએ વિઝા પ્રતિંબધમાં મોટી રાહત આપી છે, જેમાં ભારતીયોને સારો ફાયદો થઈ શકે છે. કોરોના વાઈરસને કારણે અમેરિકાએ વિઝા પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે H-1B વિઝા ધારકોના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જેથી લોકો અમેરિકામાં પ્રવેશી શકશે.

ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા ધારકોના નિયમોમાં છૂટછાટ આપી છે. જેથી લોકો અમેરિકામાં પ્રવેશી શકશે. જો કે, આ માટે એક શરત રાખવામાં આવી છે. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વિઝા ધારકો પોતાની નોકરી કરવા પરત આવી શકે છે, જે વિઝા પ્રતિબંધ પહેલા કરતા હતાં.

આ સાથે જ અમેરિકી પ્રશાસને વિઝા ધારકોને તેમના જીવનસાથી અને સંતાનોને પણ પ્રાથમિક વિઝા ધારકો સાથે યાત્રા કરવાની અનુમતિ આપી છે. આ સાથે એ પણ જણાવાયું છે કે, જે વિઝા ધારકો પહેલા જે નોકરી કરતાં હતા એ નોકરી માટે જ વિઝામાં છૂટછાટ આપવામાં આવી છે.

H-1B વિઝા શું છે?

H-1B વિઝા હેઠળ, અમેરિકન કંપનીઓ તકનીકી અથવા વિશેષતા માટેની સ્થિતિમાં અન્ય દેશોના વ્યાવસાયિકોને રોજગારી આપે છે. જેમાં દક્ષિણ એશિયાના હજારો વ્યાવસાયિકોને રોજગારી મેળવે છે. આ વિઝા દ્વારા મોટી સંખ્યામાં ભારતીય અને ચીની લોકો અમેરિકા જઇને નોકરી કરે છે. યુએસ સરકાર એવા કર્મચારીઓને રોજગારી આપે છે, જેઓ આ વિઝા દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.