ETV Bharat / international

કાબુલમાં હવાઈ માર્ગે લોકોને પરત લાવવાનું કામ ઝડપી થયું - અમેરિકી સેના

યુએસ લશ્કરે સોમવારે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના ઓપરેશનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને હવાઈ માર્ગે બહાર કાઢયા હતા. જોકે, કાબુલમાં હજુ પણ ભય યથાવત છે.

કાબુલમાં હવાઈ માર્ગે લોકોને પરત લાવવાનું કામ ઝડપી

author img

By

Published : Aug 24, 2021, 8:27 AM IST

  • કાબુલમાં હવાઈ માર્ગે લોકોને પરત લાવવાનું કામ ઝડપથી ચાલુ
  • કાબુલમાં હજુ પણ ભય યથાવત
  • સૌથી વધુ લોકોને હવાઈ માર્ગે બહાર કાઢયા

વોશિંગ્ટન: અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી તેજ કરી છે. તાલિબાને સંકેત આપ્યો છે કે તે જલ્દીથી સ્થળાંતર કરવાની આ પ્રક્રિયાને રોકી શકે છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારની વહેલી સવાર સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન યુએસ આર્મીના 28 લશ્કરી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી આશરે 10,400 લોકોને બચાવવામાં આવ્યા હતા.

હજારો અન્ય લોકોને એરલિફ્ટ કરવાનું મુશ્કેલ કામ

યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું કે, અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી અમેરિકનો અને હજારો અન્ય લોકોને એરલિફ્ટ કરવાનું મુશ્કેલ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે 31 ઓગસ્ટ સુધી દેશમાંથી આ અભિયાન ચલાવવાની શક્યતાને નકારી ન હતી.

આ પણ વાંચો : અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી

સૈનિકોને પાછા ખેંચવાની સમયમર્યાદા લંબાવે તેવી અપેક્ષા

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે ગ્રુપ ઓફ સેવનના નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં પ્રાદેશિક સંકટ પર ચર્ચા કરવામાં આવશે અને અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાની સમયમર્યાદા લંબાવે તેવી અપેક્ષા છે. બીજી બાજુ, અફઘાનિસ્તાન પર G7 ની ઇમરજન્સી બેઠક પહેલા તાલિબાને સોમવારે ચેતવણી આપી હતી કે જો યુએસ અને બ્રિટન દેશમાંથી યુએસની આગેવાની હેઠળના દળોને 31 ઓગસ્ટથી આગળ ખેંચવાની તારીખ વધારવાની વાત કરે છે, તો તેના ગંભીર પરિણામો સામે આવશે.

આ પણ વાંચો : Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

3,900 અમેરિકનોને લઈને કાબુલથી ઉડાન
શનિવારે અમેરિકાના 23 સૈન્ય વિમાનોએ 3,900 અમેરિકનોને લઈને કાબુલથી ઉડાન ભરી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચવાના નિર્ણયથી બાઇડેન સરકારની ટીકા થઈ છે કારણ કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. જેના કારણે દેશમાં અરાજકતા ફેલાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.