- ભારતીય સ્ત્રીઓનો વિવિધ ક્ષેત્રે થયેલ સંઘર્ષથી સફળતા સુધીની પ્રગતિ ગાથા જાણવા મળશે
- અમેરિકામાં ભારતીય સ્ત્રી રત્નોને સન્માનવાનો કાર્યક્રમ આગામી 17 જુલાઈએ યોજાશે
- પ્રતિભાશાળી 24 ભારતીય મહિલાઓના વિશેષ સમ્માન થશે
કેલિફોર્નિયા: ભારત અને વિશ્વમાં ભારતીય સ્ત્રીઓ ગણમાન્ય સ્થાન પ્રાપ્ત કરી કર્યું છે. ભારતીય સ્ત્રીઓ જ્ઞાન, સમજ, હોંશિયારી, ચોકસાઈ અને સમર્પિતતામાં વિશ્વમાં અગ્રેસર થઈ રહી છે. અમેરિકામાં આવી જ ભારતીય સ્ત્રી રત્નોને સન્માનવાનો કાર્યક્રમ આગામી 17 જુલાઈએ યોજાઈ રહ્યો છે. સ્ટેપ ટુ સ્ટેપ અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સ્ત્રીઓનો વિવિધ ક્ષેત્રે થયેલ સંઘર્ષથી સફળતા સુધીની પ્રગતિ ગાથા જાણવા મળશે.
કેલિફોર્નિયા ખાતે 17મી જુલાઈના રોજ સન્માનનો કાર્યક્રમ યોજાશે
અમેરિકામાં ભારતીય સ્ત્રીઓએ ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષોથી અહીં વિદેશમાં વસેલ ભારતીય પરિવારની મહિલાઓએ પોતાની આવડત, હોંશિયારી અને સાહસિકતાના બળે કુટુંબ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાની આવી પ્રતિભાશાળી 24 ભારતીય મહિલાઓના વિશેષ સન્માનનો કાર્યક્રમ કેલિફોર્નિયા ખાતે 17મી જુલાઈના રોજ યોજવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકાના NRI દંપતિ દ્વારા નડિયાદના બાળકને દત્તક લેવાયો
સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ જનસમુદાય સુધી પહોંચાડવા પણ વિશેષ આયોજનો
સમગ્ર કાર્યક્રમનું આયોજન અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા કરવામાં આવશે. જે કાર્યક્રમને સફળ બનાવવા સ્ટેપ ટુ સ્ટેપના વાસુ પવાર અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. અનેક ભારતીય પરિવારનો સંપર્ક થઈ રહ્યો છે અને આ કાર્યક્રમને સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ જનસમુદાય સુધી પહોંચાડવા પણ વિશેષ આયોજનો હાથ ધર્યા છે.
આ પણ વાંચો: અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા
આ કાર્યક્રમ ભારતીય મહિલા અને યુવતીઓને ગૌરવ અને પ્રેરકબળ પૂરું પાડનારું રહેશે
આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગૃપના ચેરમેન અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સેક્રેટરી યોગી પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં વસી રહેલા ભારતીય સમુદાય માટે આ કાર્યક્રમ ભારતીય મહિલા અને યુવતીઓને ગૌરવ અને પ્રેરકબળ પૂરું પાડનારું રહેશે.