- ટેક્સની બરફ વર્ષામાં મૃત્યુઆંક વધ્યો
- 111થી વધારે લોકોના થયા છે મોત
- અનેક દિવસો સુધી લોકો રહ્યાં પાણી અને વીજળી વગર
ટેક્સાસ: ટેક્સાસ અધિકારીઓએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં આવેલા શીત તોફાનમાં મૃત્યુઆંક વધ્યો છે. અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટેક્સાસ ઉપરાંત ઑકલાહામા, કેન્ટુકી અને અલ્બામા સહિતના વિસ્તારોમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.
કેટલાય દિવસો સુધી ઘરમાં ન હતી વીજળી અને પાણી
ટેક્સાસના હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ હાઇપોથર્મિયા કારણે થયા છે અને આ આંકડો હજી પણ વધી શકે તેવી શક્યતા છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે આ શીત તોફાન આવ્યું ત્યારે ટેક્સાસમાં 4 મીલિયન લોકો હતાં. અનેક ઘરમાં ઘણા દિવસ સુધી પાણી અને વીજળી ન હતી. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ વાંચો: બર્ફિલા મસૂરીનો આહ્લાદક નજરો....જુઓ અદભૂત તસવીરો
હાર્વી હેરકનના આંકડાને પણ વટાવ્યો
ટેક્સાસના અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે તોફાન બાદ મૃત્યુઆંક 57એ પહોંચ્યો છે. જે હજી વધી શકે છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે 2017માં આવેલા હાર્વી તોફાનમાં 68 લોકોના મોત થયા હતાં. અત્યારની સ્થિતિમાં પણ તોફાને આ આંકડાને વટાવી ગયો છે.
વધુ વાંચો: કાશ્મીર: ગુલમર્ગમાં બરફવર્ષાની મોજ માણતા ગુજરાતી સહેલાણીઓ, જૂઓ તસવીર