- યુએસ દ્વારા આયોજિત લોકશાહી પર સમિટ
- પાકિસ્તાને આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો
- અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 110 દેશોને આમંત્રણ આપ્યું
બેઈજિંગ/ઈસ્લામાબાદ: પાકિસ્તાને યુએસ દ્વારા આયોજિત લોકશાહી પર સમિટમાં (summit for democracy) ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદે આ નિર્ણય મોડી રાત્રે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તેના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ લીધો હતો.
ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી
ગુરુવારે પાકિસ્તાનના અખબાર 'ધ ન્યૂઝ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર, પાકિસ્તાને આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે, જેનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Biden convenes Summit for Democracy )દ્વારા 9-10 ડિસેમ્બરે કરવામાં આવી રહ્યું છે.અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 110 દેશોને આમંત્રણ આપ્યું છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી આમંત્રિત કરાયેલા દેશોમાં ભારત, પાકિસ્તાન, માલદીવ્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી.
સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા બદલ આભારી છીએ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની( Ministry of Foreign Affairs of Pakistan)વેબસાઈટ પર 8 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "9-10 ડિસેમ્બર 2021ના રોજ ડિજીટલ રીતે યોજાનારી લોકશાહી પરની સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપવા બદલ અમે યુનાઈટેડ સ્ટેટ્સના આભારી છીએ.
અમે વિવિધ મુદ્દાઓ પર યુએસ સાથે સંપર્કમાં રહીએ છીએ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની અમારી ભાગીદારીને મહત્વ આપીએ છીએ, જેને અમે દ્વિપક્ષીય અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગની દ્રષ્ટિએ વિસ્તારવા માંગીએ છીએ." અમે વિવિધ મુદ્દાઓ પર યુએસ સાથે સંપર્કમાં રહીએ છીએ અને માનીએ છીએ કે અમે ભવિષ્યમાં યોગ્ય સમયે આ વિષય પર જોડાઈ શકીએ છીએ.વિશ્લેષકોનું કહેવું છે કે સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના પાકિસ્તાનને આમંત્રણે ઈસ્લામાબાદને જોખમમાં મૂક્યું છે કારણ કે તેનો હેતુ ચીનને અલગ કરવાનો હતો.
ચીન પણ આ સમિટના આયોજનથી નારાજ
અમેરિકા દ્વારા તાઈવાનને આમંત્રણ આપવાના કારણે ચીન પણ આ સમિટના આયોજનથી નારાજ છે કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ કોન્ફરન્સમાં ભાગ ન લેવાનો નિર્ણય ગયા શુક્રવારે કુરેશી સાથે મોડી રાત્રે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Fisheries intelligence:હિંદ મહાસાગરમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી ચીનની બોટ જોવા મળી
આ પણ વાંચોઃ 26/11 Mumbai terror Attacks: મુંબઈ હુમલાના દોષિતોને સજા કરવામાં મોડું થયુંઃ બ્લિંકન