વોશિંગ્ટન: વોશિંગ્ટન ડીસીના મેયર મુરિયલ બોસરે વ્હાઇટ હાઉસની સામેના રોડનું નામ બદલીને 'બ્લેક લાઇવ્સ મેટર પ્લાઝા' રાખ્યું છે. સાથે જ તેમણે અશ્વેત સમુદાય પર પોલીસની બર્બરતાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ડેમોક્રેટિટ પાર્ટીના સદસ્ય મુરિયલે શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે વ્હાઇટ હાઉસ તરફ જતા રોડનું નામ બદલી તેનું અનાવરણ પણ કર્યું હતું. જેમાં લોકો સ્લોગન લખેલા મોટા મોટા પોસ્ટર લઈને ઉભેલા નજરે પડે છે.
ઉદઘાટન સમારોહમાં મુરિયલે કહ્યું કે, "હું વોશિંગ્ટન ડીસીમાં શાંતિપૂર્ણ દેખાવકારોનું સ્વાગત કરું છું" મને એ જણાવતા ગર્વ થાય છે કે, આપણો દેશ ન્યાયપૂર્ણ છે અને અશ્વેત લોકોનો સમુદાય પણ આપણા દેશમાં મહત્વ ધરાવે છે.