વોશિંગ્ટનઃ હાલ કોરોના વાઈરસને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિાયન લોકો ઘરે બેઠા છે. એવામાં અતંરિક્ષ એજન્સી નાસાની મુળ ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે લોકાડાઉન દરમિાયન અમેરિકામાં ફસાયેલા ભારતીય છાત્રોને આ સમય દરમિયાન સમાજ માટે સાર્થક અને સકારાત્મક યોગદાન કેવી રીતે આપવું તે અંગે વિચારવાની સલાહ આપી છે.
સોશિયલ મીડિયા પર આયોજીત એક સંવાદ દરમિયાન વિલિયમ્સે ભારતીય છાત્રોની તુલના એક અંતરિક્ષયાનના અતંરિતક્ષમાં હોવા સાથે કરી છે. જ્યા તેઓ બહાર નથી નિકળી શકતા, પોતાના પરિવારને કે દોસ્તનો નથી મળી શકતાં.
વધુમાં વિલિયમ્સે 'મારા' કરતાં 'આપણા' પર વિચાર કરવાના ઉદ્દેશ સાથે પ્રોત્સાહિત કરવા માટે પોતે અંતરિક્ષમાં જીવેલા 322 દિવસોને યાદ કરતાં કહ્યું, એકાંત આપણને એક સમય આપે છે. જ્યાં આપણે સમાજને સક્રિય, સકારાત્મક અને અર્થપૂર્ણ યોગદાન કેવી રીતે આપી શકીએ તે વિચારી શકીએ.
ભારતીય છાત્ર સમૂહ દ્વારા શુક્રવારે યૂટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિલિયમ્સે પોતાની વાત રજૂ કરી હતી.