વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર ઈઝરાયલ અને UAE વચ્ચે ઐતિહાસિક ડિલ થઈ છે. UAE માં ઈઝરાયલનું દુતાવાસ ખુલશે. આ સાથે જ યુએઈ પણ ઈઝરાયલમાં પોતાનુ દુતાવાસ ખોલશે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી માહિતી આપી છે.
ટ્રમ્પ દ્વારા જાહેર થયેલા નિવેદન અનુસાર ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુ અને આબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાએદ બંને દેશો વચ્ચે સંબંધોને સામાન્ય કરવા રાજી થઈ ગયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને યુનાઈટેડ અરબ અમીરાત (UAE) વચ્ચે ડિપ્લોમેટિક સંબંધ શરૂ થયા હોવાનું એલાન કર્યુ છે. મતલબ કે હવે બંને દેશો વચ્ચે કુટનીતિક સંબંધો શરૂ થશે. ટ્રમ્પે કહ્યું કે આજે અમારા બે મિત્ર દેશો વચ્ચે હિસ્ટોરિક પીસ એગ્રીમેન્ટ થયું છે. જે બહુ મોટી વાત છે. આ ખબરને ઈઝરાયલના પીએમ અને યુએઈના પ્રિન્સે પણ કન્ફર્મ કર્યુ છે.
ઈઝરાયના અરબ દેશો સાથે સારા સંબંધો નથી. તેથી આ અંગે અમેરિકાએ બંને દેશના લીર્ડસ સાથે વાત કરી સંબંધો સામાન્ય કરવા પર ભાર મુક્યો હતો.