ETV Bharat / international

પોર્ટ ઑ પ્રિંસની એક જેલમાંથી 400 થી વધુ કેદીઓ ફરાર, ગોળીબારની ઘટનામાં 25 લોકોનાં મોત - જેલમાં ગોળીબાર

હૈતીની સરકારે શુક્રવારે કહ્યું કે પાટનગર પોર્ટ ઓ પ્રિંસની એક જેલમાંથી 400 થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા છે. રિપોર્ટ મુજબ ગોળીબારની ઘટનામાં જેલના ડાયરેક્ટર સહિત 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે આ ઘટના પાટનગર પોર્ટ ઓ પ્રિન્સની ક્રુઆ દે બૂકે સિવિલ જેલમાં બની હતી. ઘટના સમયે જેલમાં કુલ 1542 કેદીઓ હતા. આ જેલ કેનેડા દ્વારા 2012 માં બનાવવામાં આવી હતી.

પોર્ટ ઑ પ્રિંસની એક જેલમાંથી 400 થી વધુ કેદીઓ ફરાર

author img

By

Published : Feb 28, 2021, 4:00 PM IST

  • પોર્ટ ઓ પ્રિંસની એક જેલમાંથી કેદીઓ ફરાર
  • પ્રિન્સની ક્રુઆ દે બૂકે સિવિલ જેલમાંથી 400 કેદીઓ થયા ફરાર
  • આ જેલમાંથી 2014માં 300 થી વધુ કેદીઓ ફરાર થયા હતા

પોર્ટ ઑ પ્રિંસઃ હૈતીની સરકારે શુક્રવારે કહ્યું કે પાટનગર પોર્ટ ઓ પ્રિંસની એક જેલમાંથી 400 થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા છે. રિપોર્ટ મુજબ ગોળીબારની ઘટનામાં જેલના ડાયરેક્ટર સહિત 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે આ ઘટના પાટનગર પોર્ટ ઓ પ્રિન્સની ક્રુઆ દે બૂકે સિવિલ જેલમાં બની હતી. ઘટના સમયે જેલમાં કુલ 1542 કેદીઓ હતા. આ જેલ કેનેડા દ્વારા 2012 માં બનાવવામાં આવી હતી.

60 કેદીઓને પકડી લેવામાં આવ્યા

આ જેલમાંથી 2014માં 300 થી વધુ કેદીઓ ફરાર થયા હતા. અધિકારીઓએ બતાવ્યું કે, અપરાધી અર્નલ જોસેફને જેલમાંથી મુક્ત કરવા માટે ગિરોહના લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેસેફને દુષ્કર્મ, અપહરણ અને હત્યાના કેસમાં 2019માં ધરપકડ કરવામાં આવી હતી. જેલથી ફરાર થતી વખતે તે મોટરસાયકલ દ્વારા ભાગી રહ્યો હતો, જોકે, પોલીસ સાથેના ઘર્ષણમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, 60 કેદીઓને પકડી લેવામાં આવ્યા છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે.

હૈતીના રાષ્ટ્રપતિ જોવેલેન મોઈસે ઘટનાની નિંદા કરી

જેલમાંથી કેદીઓ કેવી રીતે ફરાર થઈ ગયા છે તેની તપાસ માટે એક કમિશન બનાવવામાં આવ્યું છે. ગોળીબારની ઘટનામાં જેલના ડાયરેક્ટર પોલ જોસેફ હેક્ટરનું પણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, કેદીઓ ફરાર થયા તે પહેલા મોટી સંખ્યામાં હથિયારબંદ લોકોએ જેલના સુરક્ષાકર્મિયો પર ગોળીઓ ચલાવી હતી. ગોળબારી શરૂ થયા બાદ જેલની અંદર પણ ગોળીબારના અવાજો સંભરાતા હતા. હૈતીના રાષ્ટ્રપતિ જોવેલેન મોઈસે શુક્રવારે ટ્વિટ કરીને કેદીઓ ભાગવાની અને ગોળીબારીની ઘટનાની નિંદા કરી હતી અને લોકોને ધૈય રાખવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.