- OCI કાર્ડ સાથે જુનો પાસપોર્ટ રાખવાનુ્ ફરજિયાતપણું નાબૂદ કરવામાં આવ્યું
- કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નૉટિફિકેશનનો ઉલ્લેખ કરતાં ભારતીય એમ્બસીએ માહિતી આપી
- OCI કાર્ડ રીન્યુ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવાનો નિર્ણય
વૉશિંગ્ટન: ભારતીય મૂળના લોકો કે જે, ભારતના વિદેશી નાગરિક ઑવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા (OCI) નું કાર્ડ ધરાવે છે. તેઓને હવે, ભારત જવા માટે તેમના જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નૉટિફિકેશનનો ઉલ્લેખ કરતાં ભારતના એમ્બસીએ સોમવારે કહ્યું હતું કે, OCI કાર્ડ સાથે જુનો પાસપોર્ટ રાખવાનુ્ ફરજિયાતપણું નાબૂદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: OCI કાર્ડ ધારકોની ભારત મુલાકાત અંગે ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય
OCI કાર્ડના રીન્યુની તારીખ લંબાવવામાં આવી
આ જાહેરાતથી વિદેશમાં વસતા ભારતીયોની મોટી ચિંતા દૂર થઈ છે. એમ્બેસીએ કહ્યું હતું કે, "હવેથી, OCI કાર્ડ ધારક હાલના OCI કાર્ડ સાથે જુના પાસપોર્ટ નંબર સાથે મુસાફરી કરે છે, તેને જૂનો પાસપોર્ટ રાખવો જરૂરી નથી. પરંતુ નવો ચાલું પાસપોર્ટ રાખવો ફરજિયાત રહેશે." એમ્બસીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે 20 વર્ષથી ઓછી ઉંમરના અને 50 વર્ષથી વધુનો ઉંમરના કાર્ડધારકોને OCI કાર્ડ રીન્યુ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો ખુલાસો
જૂનો પાસપોર્ટ સાથે રાખવામાંથી છુટકારો
જૂનો પાસપોર્ટ વર્ષ 2005થી લાગુ OCI માર્ગદર્શિકા મુજબ, 20 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડ ધારકોને અને 50 વર્ષથી વધુ ઉંમરના કાર્ડ ધારકોને દર વખતે નવો પાસપોર્ટ બનાવવામાં આવે ત્યારે, તેમનું કાર્ડ રીન્યુ કરાવવું પડશે. ભારત સરકારે કોરોના વાયરસની મહામારીને કારણે અનેક વખત તેની મુદત લંબાવી છે. પરંતુ, પ્રથમ વખત OCI કાર્ડ ધારકોને મુસાફરી દરમિયાન જૂનો પાસપોર્ટ તેમની પાસે રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે.