વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મેન રાજ્યમાં સીનેટ માટે ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર સારા ગિડિયનનું સમર્થન કર્યું છે. જેને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીનેટની સૌથી હાઇપ્રોફાઈલ સ્પર્ધા તરીકે જોવામાં આવે છે.
મેન રાજ્ય વિધાનસભામાં, સ્પીકર ગિડયન રિપબ્લિકન સાંસદ સુસન કોલિન્સને સામે ઉભા છે. ડેમોક્રેટ્સ અમેરિકી સીનેટમાં બહુમત મેળવવા માટે ગિડિયન પર નજર રાખી રહ્યા છે.
એક સર્વે અનુસાર, ગિડયન 39ની સામે 44 ટકા મતોથી કોલિન્સથી આગળ છે. ગિડિયનના પિતા ભારતીય છે અને માતા આર્મેનિયાની નાગરિક છે. ચૂંટણી પૂર્વેના કેટલાક અન્ય સર્વેક્ષણોમાં પણ ગિડયનને કોલિન્સથી આગળ છે. કોલિન્સ એક શક્તિશાળી રિપબ્લિકન સીનેટર છે.
સોમવારે એક નિવેદનમાં ઓબામાએ સીનેટની ચૂંટણી માટે ગિડયનને ટેકો આપ્યો હતો. તેમણે દેશભરમાંથી ઉમેદવારોની સૂચિ બહાર પાડી કે જેને તેમણે ટેકો આપ્યો છે. જેમાં ગિડિયનનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, "વિચારશીલ, સહાનુભૂતિશીલ અને લાયક ડેમોક્રેટ્સના વૈવિધ્યસભર જૂથને ટેકો આપવાનો મને ગર્વ છે."
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેને પણ ગિડિયનને ટેકો આપ્યો છે. ગિડિયનના પિતા ભારતથી આવ્યા હતા અને ર્હોડ આઇલેન્ડમાં બાળ ચિકિત્સક તરીકે નોકરી કરી હતી. તે જ સમયે ગિડિયનનો જન્મ થયો હતો, તે ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. બાદમાં તે તેના પતિ સાથે મેન ગઈ હતી.
જો ગિડિયન નવેમ્બરની ચૂંટણીમાં ચૂંટાય છે, તો તે યુએસ સીનેટ માટે ચૂંટાયેલી બીજી ભારતીય-અમેરિકન મહિલા હશે. કેલિફોર્નિયાની કમલા હેરિસ યુએસ સીનેટમાં ચૂંટાયેલી પ્રથમ ભારતીય મૂળની સીનેટર છે.