ઈરાકની રાજધાની બગદાદમાં બે મિસાઈલ હુમલા થયા હતા. આ બન્ને હુમલા અલગ અલગ જગ્યાએ થયા છે.
સુરક્ષા વિભાગે આપેલી માહિતી મુજબ, કત્યુષા મિસાઈલથી અલ-બલાદ એર બેઝ પર હુમલો કર્યો હતો.
આ પહેલા ઈરાનના ઈસ્લામિર રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્ર્સ કદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી હવાઈ હુમલામાં ઠાર કરાયો હતો. આ હુમલો અમેરિકી રાષ્ટ્રપતિના ઈશારે થયો હતો. જે બાદ અમેરિકા ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે.
અમેરિકી હુમલામાં જનસંપર્ક નિર્દેશક મોહમ્મદ રજા અલ-જબેરી અને તેના ચાર સાથીઓના મોત થયા હતા. જેના જવાબમાં બગદાદ એર પોર્ટ પાસે રહેલા સ્થિત સૈન્ય છાવણી પર 3 કત્યૂશા રોકેટોથી હુમલો કરવામાં આવ્યો હતો.