સીએટલ: માઈક્રોસોફ્ટે આપેલા અહેવાલ મુજબ એડિટોરીય કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે. તેમના સ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવામાં આવશે.
30 જૂન પછી આ કર્મચારીઓની સેવાઓની જરૂર રહેશે નહીં, આ બાબતે 50 કર્મચારીઓને એક્સેંટ, આઈએફજી અને એમએકયુ કન્સલ્ટિંગ જેવી સ્ટાફિંગ એજન્સીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે.
સિએટલ ટાઈમ્સે કેટલાક કર્મચારીઓને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, તેમની જગ્યાએ MSN હવે AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરશે.