- મહિલાના મોત બાદ ઠેર-ઠેર પ્રદર્શનો
- મેક્સિકોમાં મહિલાઓએ રસ્તા પર સૂઈને પ્રદર્શનો કર્યા
- મહિલાના મોત અંગે ચાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફેમિસાઈડ ચાર્જ લગાવાયો
મેક્સિકો: ઉત્તર અમેરિકાના મેક્સિરો સિટીમાં પોલીસ કેદમાં રહેલ મહિલાના મોત બાદ સમગ્ર મેક્સિકો સિટી અને તુલુમમાં જનતા રોષ ઉત્પન્ન થઈ ગયો છે. દરેક જગ્યાઓ પર પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનકારીઓમાં મહિલાઓ પણ શામેલ છે.
મહિલાના મોત બાદ ઠેર-ઠેર પ્રદર્શનો
મહિલા વિક્ટોરિયા એસ્પરેંજા સાલજરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેમનું મૃત્યું ગળું દબાવવાને કારણે થયું છે. જેના બાદ મેક્સિકોની જનતામાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: અમેરિકામાં રંગભેદનો કાળો ઇતિહાસ અને નાગરિક અધિકારોનો આંદોલનો
મેક્સિકોમાં મહિલાઓએ રસ્તા પર સૂઈને પ્રદર્શનો કર્યા
પ્રદર્શનકારીઓ દક્ષિણના શહેર તુલુમમાં સ્થાનિક ક્વિન્ટાના રૌની બહાર એકઠા થયા હતા, જ્યાં મહિલાઓએ 'જસ્ટિસ ફોર સાલજાર' ના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, સાલજારને ન્યાય મળે તેવી માંગણીવાળા નારા લખીને તેમજ રસ્તાઓ પર સૂઈ જઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતાં. દરેક જગ્યાએ મહિલાઓના વિરોધને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ધરપકડના પ્રયાસ દરમિયાન પોલીસે અશ્વેતને ગોળી મારી, એટલાન્ટામાં વિરોધ પ્રદર્શન
મહિલાના મોત અંગે ચાર પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફેમિસાઈડ ચાર્જ લગાવાયો
ક્વિન્ટાના રૌના ફરિયાદીની કચેરીએ જણાવ્યું હતું કે, સાલજારની હત્યાના મામલામાં ચાર પોલીસ અધિકારીઓ સામે ફેમિસાઈડ ચાર્જ લગાવવામાં આવ્યા છે.