તો આ અંગે નાસાના સંશોધકોએ જણાવ્યું હતું કે, બની શકે કે ઉલ્કાપિંડોના વરસાદના કારણે ચંદ્રના સ્તર પર રહેલું પાણી, વરાળ બનીને બાસ્પીભવન થઇ ગયું હોય, પરંતુ આ અંગે વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ તપાસ કરી નથી.
નાસા અને અમેરિકાના જૉન્સ હોપકિંસ યૂનિવર્સિટી અપ્લાયડ ફિઝિક્સ લેબોરેટરીના સંશોધકોએ નાસાના લૂનર એટમોસફિયર ઍન્ડ ડસ્ટ ઍનવાયરમેન્ટ એક્સપ્લોરર (LADEE) દ્વારા કરવામાં આવેલા આંકડાઓના સંગ્રહ પરથી આવી ઘટનાઓ વિશે ખબર પડશે.
LADEE એક રોબેટિક અભિયાન હતું. જેણે ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા વાયુમંડળના બંધારણ અને ચંદ્રના આકાશમાં ધૂળના પ્રસારના વિશે વિસ્તૃત માહિતી એકઠી કરી હતી.
તો આ અભ્યાસ 'નેચર જિયોસાયન્સ'માં પ્રકાશિય થયું છે. આ અભ્યાસના મુખ્ય લેખક અમેરિકામાં નાસાના ગૉડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેંટરના મેહદી બેન્નાનું કહવું છે કે, અમે ઉલ્કાપિંડની ચાર પ્રવાહના નિશાન મળ્યા છે. જેનાથી અમે પહેલા અજાણ હતા.
તો આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ચંદ્રમા પર પાણી અને હાઇડ્રાક્સિલ મોજુદ છે, જો કે પાણીની ઉપસ્થિતીને લઇને મતભેદ થયા હોય છે.