મીયામી, જમૈકા અને પૂર્વીય ક્યૂબા વચ્ચે આવેલા કેરિબિયન સાગરમાં મંગળવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. USGS જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધાઈ છે. જેનાથી ત્સુનામીનો સંકટ જમૈકા પર મંડરાઈ રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
ભૂકંપની ઘટના બાદ અમેરિકાના વિજ્ઞાનિકે ક્યૂબા અને જમૈકાના તટીય વિસ્તારોમાં ભયંકર ત્સુનામીની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભૂકંપની અસર 10 કિલોમીટર સુધી જોવા મળી હતી.