ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી.જેથી આસપાસના વિસ્તારોમાં જે લોકો રહી રહ્યા હતા તેમણે તે વિસ્તાર ખાલી કરવું પડ્યું હતું.કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે,આ આગ ઉત્તરી તથા મધ્ય કેલિફોર્નિયાના લોકો ગરમ તથા શુષ્ક હવાઓને અલગ અલગ સમય પર મહેસુસ કરી શકશે.કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે.
કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે. ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.
ગુરુવાર રાત્રે સેન ડિયાગોના તબેલાઓમાં શ્વાસ રુંધાવાને લીધે કેટલાક ઘોડાનું મોંત થયું છે, કેટલાક ઘોડાને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. આગ ઓલવવા માટે 1,000 કર્મચારી, 500 ફાયર બ્રિગેડના વાહનો, એર ટેન્કરો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે રવિવાર સુધી હવાની ઝડપ વધી શકે છે. આ અગાઉ ઉત્તરી કેલિફોર્નિયાના વાઈન કન્ટ્રી વિસ્તારમાં જંગલમાં આગ લાગી હતી. બાદમાં આ આગ 16,000 એકરમાં ફેલાઈ ગઈ હતી, જેને લીધે 2,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.