- કોરોના સામેની લડતમાં ભારતીય અમેરિકનો કરશે મદદ
- કેલિફોર્નિયાના ગવર્નરે ભારતને વિવિધ મેડીકલ સાધનોની કરી મદદ
- અમેરિકામાં વસતા ભારતીયો પણ દેશને મદદ કરવા માટે આગળ આવ્યા
કેલિફોર્નિયા: કોરોના સંકટમાં અમેરિકાના વિવિધ સ્ટેટ દ્વારા પણ ભારતને સહાય મોકલવાનું આયોજન થયું છે, જેમાં કેલિફોર્નિયાએ પહેલ કરી હતી. કેલિફોર્નિયાના ગર્વનર દ્વારા આ પહેલને ત્યાંના ભારતીય અગ્રણીઓએ બિરદાવી છે અને આ કાર્યમાં અમેરિકામાં વસતા ભારતીયો પણ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
અમેરિકાના વિવિધ ભારતીય સંગઠનો પણ આવ્યા મદદે
કેલિફોર્નિયાએ ઓક્સિજન ઉત્પાદન કરતા 275 ઓક્સિજન કોન્સેન્ટેટર્સ, 440 ઓક્સિજન સિલિન્ડર, 240 ઓક્સિજન રેગ્યુલેટર્સ, 210 પલ્સ ઓક્સિમીટર ભારતને મોકલવા રવાના કર્યા છે. ગવર્નર ગેવિન ન્યુઝોમની સુચનાના પહેલથી આ કાર્ય આરંભવામાં આવ્યું છે. લેબોન હોસ્પિટલિટી ગૃપ તથા ઈન્ડિયન કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી યોગી પટેલે ભારતીય અમેરિકનોને પણ આ સહાય મોકલવાના ગર્વનર ન્યુઝોમના સદકાર્યમાં જોડાવવાની અપીલ કરી છે. ઈન્ડિયન કલ્ચર એસોસિયેશનના પ્રમુખ પરિમલ શાહે ભારતીય અમેરિકોને અપીલ કરી છે કે, ભારતમાં કોરોના સંકટનો સામનો કરવા માટે જરૂરી પુરવઠો પુરો પાડવા માટે તેઓ યથાશક્તિ મદદ કરે, જ્યારે જૈન સોશિયલ ગૃપના પ્રમુખ રાજેન્દ્ર વોરાએ પણ જણાવ્યું છે કે, ગર્વનરના આ કાર્યમાં અમે અમેરિકન ભારતીયો સાથે છીએ.