- વધુ એક ભારતીય અમેરીકન મહિલાનો અમેરીકામાં દબદબો
- વનિતા ગૃપ્તા એસોસિયેટ એટર્ની જનરલ તરીકે કરવામાં આવી પસંદગી
- અમેરીકી ન્યાય વિભાગની ત્રીજી સૌથી શક્તિશાળી પોસ્ટ મળી વનિતાને
વોશ્ગિટંન: અમેરીકી સેનેટે 46 વર્ષીય વનિતા ગૃપ્તાને એસોસિયેટ એટર્ની જનરલ તરીકે પસંદ કર્યા છે. આ હોદ્દા પર કામ કરવા વાળા તે પહેલા ભારતીય-અમેરિકન છે.તે એસોસિયેટ એટર્ની જનરલ તરીકે સેવા આપશે, જે ન્યાય વિભાગમાં ત્રીજી સૌથી શક્તિશાળી પોસ્ટ માનવામાં આવે છે. 100 સભ્યોની સેનેટમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકનનાં 50-50 સભ્યો છે.
અગાઉ કરવામાં આવ્યો વિરોધ
અમેરીકી સેનેટમાં વનિતાના નામની પુષ્ટિ કરવા બાબતે ગયા અઠવાડિયે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું, કારણ કે રિપબ્લિકન ધારાસભ્યો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. રિપબ્લિકન સભ્યોએ તેમના નામાંકનનો એક ટ્વીટનો હવાલો આપી વિરોધ કર્યો હતો જે ટ્વીટમાં તે રિપબ્લિકન પાટ્રીના સભ્યોની આલોચના કરી રહ્યા હતા.
આ પણ વાંચો : ભારત-અમેરિકા વેપાર અને અર્થશાસ્ત્ર: ભારત માટે વધુ સારી પસંદગી- ટ્રમ્પ અથવા બિડેન?
બિડેનએ પણ કરી પ્રશંસા
અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ તેમની પ્રશંસા કરી હતી. બિડેને કહ્યું હતું કે તેમણે ન્યાય વિભાગ માટે ભારતીય મૂળના વકીલ વનિતા ગુપ્તાનું નામ આપ્યું છે જેમણે તેમની સમગ્ર કારકિર્દી જાતિવાદી સમાનતા અને ન્યાય સામે લડવામાં કાઢી છે.