વોશિંગટન: હાર્વર્ડ વિશ્વવિધાલયના 17માં વાર્ષિક સંમેલનમાં સંભવિત નાગરિકતા સુધારા કાયદોને લાગુ કરવા ભારતમાં ડિઝીટલ કારોબારના ભવિષ્ય , યુવાઓની રાજનીતિ રુજ્ઞાન જેવા વિષયો પર ચર્ચા થશે. 15 અને 16 ફેબ્રુઆરીના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સેમિનારની સહ આતિથ્ય હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ કરશે. જેનો વિષય 20/20 ફોરસાઈટ હશે.
કાર્યક્રમના આયોજકોએ સંમેલન દરમિયાન ટોચના વિદ્વાન, અર્થશાસ્ત્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિ વ્યાખ્યાન આપશે. આયોજકોએ જણાવ્યું કે, વ્યાખ્યાતાઓના લીસ્ટમાં અભિનેતા અનુપમ ખેર, પૂર્વ ક્રિકેટર ગૈરી ક્રિસ્ટન, મીડિયા ઉદ્યોગપતિ અરુણ પુરી, અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રમણ્યમ, નેતા જયંત સિન્હા અને વરુણ ગાંધીના નામ સામેલ છે.
આ સિવાય ફિલ્મકાર કબીર ખાન, ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ, ઈન્વેસ્ટ ઈન્ડિયાના સીઈઓ દીપક બાગલા, સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસ અને ટેકનોલોજી ઉદ્યોગસાહસિક રિતેશ અગ્રવાલ, ગિરીશ મથ્રુબ્રથુમ પણ પ્રમુખ વક્તાઓમાં સામેલ છે.