વિલ્સે 1928માં મુંબઈમાં ગર્ભવતી મહિલાઓને અનેમિયાના સંબંધમાં રિચર્સ કર્યુ હતું. જ્યાર બાદ તેને લઈને ફોલિક એસિડની શોધ થયેલા જે બાળકના જન્મ દોષને રોકવામાં મદદ કરે છે.
તેમણે 1920ના અંતમાં અને 1930ની શરૂઆતમાં ભારતમાં ગર્ભાવસ્થા દરમિયાન મૈક્રોસિટિક એનીમિયાના સંબંધમાં મહત્વપૂર્ણ કામ કર્યુ હતું.
તેમણે મુંબઈમાં કાપડ ઉદ્યોગમાં કામ કરતી ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કર્યું જેને યીસ્ટમાં મળી આવતા એક પોષણ સંબંધી પરિબળની શોધ કરી હતી. જે આ વિકારને અટકાવે છે અને સાથે જ તેને સારવાર કરે છે. જેને બાદમાં ફોલિક એસિડના નામથી ઓળખવામાં આવ્યું. તેના રિસર્ચ દરમિયાન વાંદરાઓના સ્વાસ્થ્યમાં સુધારો થયો. જેને ‘વિલ્સ ફૈક્ટર’ નામ આપવામાં આવ્યું.
ફૉલિક એસિડ એક પ્રકારનું વિટામિન-બી છે. જે કુદરતી લીલા શાકભાજી અને ખાટા ફળોમાં મળી આવે છે.
CNIT મુંજબ, બ્રિટેનમાં 1888માં બર્મિધમના પાસે જન્મેલ વિલ્સે ત્રણ સ્કુલમાં અભ્યાસ કર્યો છે. પ્રથમ સ્કુલ ચેલ્ટેનહમ કૉલેજ ફૉર યંગ લેડીજ રહ્યી. આ બ્રિટિશ બોર્ડિગ સ્કુલ વિજ્ઞાન અને ગણિતમાં મહિલાઓને તાલીમ આપે છે.
1951માં તેમણે લંડન સ્કુલ ઑફ મેડિસિન ફૉર વીમેનમાં એડમિશન લીધુ. 1920માં તે કાયદેસર રીતે યોગ્ય તબીબી પ્રેક્ટિશનર બની ગઈ અને મેડિકલ એન્ડ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી.
રોગ નિયંત્રણ અને રોકથામ માટે અમેરિકા કેન્દ્ર હવે ભલામણ કરી કે, બાળકોને જન્મ આપનારા બધી મહિલાઓ દરરોજ 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડ લે છે.
ઘણા વર્ષો સુધી તે 'વિલ્સ ફેક્ટર' રહ્યું, ત્યાર બાદ તેમને 1941માં ફોલિક એસીડ નામ આપવામાં આવ્યું. વિલ્મનું મૃત્યુ એપ્રિલ 1964માં થયુ હતું.