હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસના કારણે વિશ્વભરમાં 5,91,865 લોકો મૃત્યુ પામ્યા છે. 17 જુલાઇની સવારે 7 વાગ્યા સુધી અમેરિકામાં 1.41 લાખથી વધુ લોકોના મોત થયા છે.
કોરોનાના કારણે સૌથી વધુ મોત જે દેશોમાં થયા છે તે દેશોમાં બ્રાઝિલ, અમેરિકા અને ભારત વિશ્વના ટોચના ત્રણ દેશોમાં છે. બ્રાઝિલમાં 76 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ભારતમાં 25 હજારથી વધુ લોકોના મોત થયાં છે.
વિશ્વભરમાં, 1,39,30,157 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. આ આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ, સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસથી સ્વસ્થ્ય થનાર લોકોની સંખ્યા 82,68,480 લાખથી વધુ છે. વિશ્વભરમાં 50.76 લાખથી વધુ કેસ સક્રિય છે.