હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઇરસથી દુનિયાભરમાં 5,86,128 લોકોના મોત થયાં છે. 16 જુલાઈ સુધીમાં અમેરિકામાં 1.40 લાખથી વધુ લોકોના મોત થયા છે.
આ સિવાય સંક્રમણ મામલે દુનિયામાં 3 દેશોમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બ્રાઝિલ અને ભારતનું સ્થાન છે. બ્રાઝિલમાં 75 હજારથી વધુ જ્યારે ભારતમાં અંદાજે 25 હજાર લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,36,81,365 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. આ આંકડો સતત બદલતો રહ્યો છે.
કોરોના વાઈરસથી સંક્રમિત 80.30 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 50.65 લાખથી વધુ કેસ એક્ટિવ છે. આંકડા વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યા છે.