ચિલીના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ચિલીના દરિયાકાંઠે આવેલા શહેર વેલપરાઈસોના જંગલમાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે. આગને કારણે અત્યાર સુધીમાં 120 ઘર બળીને રાખ થઈ ગયા છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકો તેમનું ઘર છોડવા મજબૂર બન્યા છે.
આપને જણાવી દઈએ કે, દક્ષિણ અમેરિકામાં આવેલા ચિલીનું વેલપરાઈસો પ્રવાસ માટે લોકપ્રિય સ્થળ છે.
મળતી માહિતી મુજબ વેલપરાઈસોના મેયર જોર્જ શાર્પે જણાવ્યું કે, આગ ઈરાદાપૂર્વક લગાવવામાં આવી છે. જોકે આગમાં કોઈ જાનહાનિના સમચાર નથી.
શહેરના તમામ ફાયર ફાઇટર્સને આગ પ્રભાવિત વિસ્તારમાં કામે લગાડવામાં આવ્યા છે. જોકે, આગની સમસમયાને કારણે વિસ્તારના 90 હજારથી વધારે લોકોને વિજળી કાપની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આગને કારણે આશરે 445 એકર ઘાસની જમીન બરબાદ થઈ ગઈ છે.