ETV Bharat / international

સબ સે ઊંચી પ્રેમસગાઈ! અમેરિકામાં ગુજરાતીઓના સેવાયજ્ઞમાં પાકિસ્તાનીઓ પણ જોડાયાં

author img

By

Published : May 18, 2020, 3:16 PM IST

Updated : May 18, 2020, 3:29 PM IST

દુશ્મનો વચ્ચે યુદ્ધ જોવું જેટલું સાહજિક હોય છે એટલી મિત્રતા નથી હોતી. બંનેની એવી મિત્રતા જોનારની આંખમાં નવાઈનો સુરમો આંજી દે. પારકી ભૂમિ પર કોરોનાના કહેરમાં આવું દ્રશ્ય ભારતીયો અને પાકિસ્તાનીઓના સંદર્ભે જોવા મળી રહ્યું છે. નોર્થ અમેરિકાના એક સિટીમાં જરુરતમંદોને ભોજન પહોંચાડવાના ગુજરાતીઓના સેવાયજ્ઞમાં પાકિસ્તાની નાગરિકોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે.

સબ સે ઊંચી પ્રેમસગાઈ! અમેરિકામાં ગુજરાતીઓના સેવાયજ્ઞમાં પાકિસ્તાનીઓ પણ જોડાયાં
સબ સે ઊંચી પ્રેમસગાઈ! અમેરિકામાં ગુજરાતીઓના સેવાયજ્ઞમાં પાકિસ્તાનીઓ પણ જોડાયાં

અમેરિકા- આર્ટિસિયા: ગુજરાતીઓની મીતભાષિતા અને સંબંધ કૌશલ્યતા દુનિયામાં અજોડ છે.કદાચ એટલે ગુજરાતીઓ આજે વિશ્વના 180થી વધુ દેશોમાં પગ જમાવીને રહી શક્યાં છે.ગુજરાતીઓનું સૌહાર્દ ઉત્તર અમેરિકાના આર્ટિસિયા સિટીમાં રંગ લાવ્યું છે. જ્યાં ગુજરાતી વ્યાવસાયિકોની સેવાભાવનાથી પ્રેરાઇ અમેરિકી પાકિસ્તાનીઓે પણ સેવાભાવી સંસ્થા સાથે સેવાકાર્યમાં જોડાયાં છે. આ ઘટના એની પોતીકી રીતે ઐતિહાસિક છે જેનું સાક્ષી નોર્થ અમેરિકા બન્યું છે.

કોરોના અસરગ્રસ્ત નોર્થ અમેરિકામાં લૉકડાઉન સમયથી સેવારત અને માનવતાના કાર્યમાં જોતરાયેલ લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ, જય ભારત ફૂડસના ભરત પટેલ અને પાયોનિયર રિયાલિટી ગ્રુપના પરિમલ શાહે ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના માધ્યમથી જરૂરતમંદોને ભોજન અને અનાજ સહાયનો જનસેવા યજ્ઞ શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ નાગરિકોને પહોંચાડ્યાં છે. તેમની આ સેવાભાવનાએ ત્યાંના પાકિસ્તાની વ્યાવસાયિકો અને રાજકારણીઓને પણ માનવસેવાના મહાનકાર્યમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. એશિયા ખંડના બે કટ્ટર દુશ્મન દેશની પ્રજા અમેરિકન શહેરમાં માનવ સેવાર્થે એકજૂટ થઈ પુણ્ય સરિતા વહેવડાવી રહ્યાં છે.

આ અંગે મૂળ પાકિસ્તાની નાગરિક અને આર્ટિસિયા સિટીના મેયર અલી સાજીદ તાજે કોરોના મહામારી દરમિયાન કરવામાં આવી રહેલા સેવાકાર્યની પ્રશંસા સાથેે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જ સેવાકાર્યમાં જોડાયેલ ભારતીય અને પાકિસ્તાની નાગરિકોની એેકતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે આ કોરોનાકાળમાં રૂપ-રંગ,જ્ઞાતિ-જાતિ, દેશવાદ કે પરદેશવાદ અને ધર્મ- સંપ્રદાયભેદથી ઉપર ઉઠી નાગરિક ધર્મને અનુસરવાનો સમય છે. ઓલ્ડ એજ હોમ, સ્કૂલ અને કોલેજ સહિત ઘણી જગાએ જોય ઓફ શેરિંગ એક્ટિવિટી અન્વયે ફૂડ ડ્રાઈવ યોજી સહાય પહોંચાડી છે. આર્ટિસિયા સિટીમાં પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી હોદ્દેદારો સાથે ફ્રી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બની રહ્યો હતો.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમને ખુશી છે કે જોય ઓફ શેરિંગ અન્વયેની ફૂડ ડ્રાઈવમાં મેયર અલી તાજ અને પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વકારખાન, ફાતિમાખાન સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો. માનવતાના આ મહાન કાર્યમાં પાકિસ્તાની અને ભારતીય વ્યાવસાયિકો ભેગાં મળી અમેરિકાના ભૂખ્યાં નાગરિકોને ભોજન અને ગ્રોસરી આપી નાગરિક ધર્મ અદા કરી રહ્યાં છે. હજુ આગળ પણ સમયની માગ મુજબ અમે આ સેવા ચાલુ રાખીશું.

Last Updated : May 18, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.