- માઉન્ટ શાસ્તામાં તાપમાન સપ્તાહના અંત સુધીમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે
- અગ્નિશામકોએ ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ પર થોડા અંશે નિયંત્રણ મેળવ્યું
- હજારો લોકો પોતા-પોતાના ઘર છોડીને જવા મજબૂર થયા હતા
રેડિંગ: શુક્રવારે અગ્નિશામકોએ ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ(Fire in the forests of Northern California) પર થોડા અંશે નિયંત્રણ મેળવ્યું હતું, જ્યારે અધિકારીઓએ સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) સપ્તાહના અંતે વધુ ગરમી અને ભીડ જે નવી આગના જોખમો વધારી શકે છે, તેનાથી બચવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ જંગલોમાં લાગેલી આગ(forest fire)માં ઘણા મકાનો બળી ગયા હતા અને હજારો લોકો પોતા-પોતાના ઘર છોડીને જવા મજબૂર થયા હતા.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે વન સંપત્તિને નુકસાન
166 ચોરસ કિલોમીટર જેટલી જમીન જપેટમાં આવી ગઇ હતી
ઓરેગન સરહદથી એક કલાકના અંતરે આવેલા માઉન્ટ શાસ્તા જ્વાળામુખી(Mount Shasta Volcano) નજીક ત્રણ જંગલની આગ(three forest fires)માં 166 ચોરસ કિલોમીટર જેટલી જમીન જપેટમાં આવી ગઇ હતી.
'સાલ્ટ ફાયર' આગમાં અનેક સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું
બુધવારે આંતરરાજ્ય 5 નજીક 'સાલ્ટ ફાયર' આગમાં અનેક સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું અને રેડિંગની ઉત્તરે લેકહેડમાં કેટલાક માર્ગો દ્વારા લોકોને ત્યાંથી બહાર કાઢવા પડ્યા હતા, જ્યાં લગભગ 700 લોકોનો સમુદાય રહેતો હતો.
આગ 21 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હતી
શાસ્તા-ટ્રિનિટી નેશનલ ફોરેસ્ટના પ્રવક્તા એડ્રિયન ફ્રીમેને જણાવ્યું હતું કે, આગ 21 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હતી અને તેની પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક અધિકારીઓ નુકસાનની આકારણી કરશે.
ઉત્તર બાજુના અન્ય બે આગમાં કોઈ બિલ્ડિંગને નુકસાન થયું હોવાના સમાચાર નથી
ઉત્તર બાજુના અન્ય બે આગમાં કોઈ બિલ્ડિંગને નુકસાન થયું હોવાના સમાચાર નથી. આગ એવા સમયે લાગી છે, જ્યારે કેલિફોર્નિયા અને આખું પશ્ચિમ અમેરિકા હવામાન પલટાના કારણે ઐતિહાસિક દુષ્કાળનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્રીમેને કહ્યું કે, ગરમીની સ્થિતિ આ વર્ષે જુલાઈની શરૂઆત કરતા ઓગસ્ટના અંત જેવી વધારે લાગી રહી છે.
આ પણ વાંચોઃ અરવલ્લીના જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન
આગના કારણે પશ્ચિમ યુ.એસ.માં પ્રચંડ લૂ લાગી રહી છે
આગના કારણે, પશ્ચિમ યુ.એસ.માં પ્રચંડ લૂ લાગી રહી છે. ગરમી ઓછી થઈ ગઈ છે, પરંતુ માઉન્ટ શાસ્તામાં તાપમાન સપ્તાહના અંત સુધીમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ગયા વર્ષે, કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગવાથી 17,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી, જે રાજ્યના નોંધાયેલા ઇતિહાસમાં સૌથી વધુ છે.